For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - GT vs RR

|
Google Oneindia Gujarati News

IPL 2023, RR vs GT: IPLની 48મી મેચ રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે શુક્રવારે 5 મેના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો અત્યારે શાનદાર લયમાં છે.

જીટી અને આરઆર વચ્ચેની છેલ્લી મેચમાં સંજુ સેમસનની કેપ્ટનશીપમાં આરઆરનો વિજય થયો હતો. ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ આજની મેચમાં રાજસ્થાન રૉયલ્સને તેના ઘરઆંગણે હરાવીને પોતાની સ્થિતિ મજબૂત કરવા પ્રયાસ કરશે.

ipl 2023

રાજસ્થાનની ટીમ ગુજરાત ટાઈટન્સ સાથે સતત બીજી મેચ જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગશે. ગુજરાત તેની છેલ્લી મેચમાં દિલ્હી સામે પાંચ રનથી હારી ગયું હતું. ગુજરાતના બેટ્સમેન દિલ્હી સામેની મેચમાં નિષ્ફળ સાબિત થયા, આ સ્થિતિમાં ટીમ આજે નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવા માંગશે.

શરદ પવારના રાજીનામા બાદ એનસીપીની મહત્વની બેઠક આજે, થઈ શકે છે અધ્યક્ષનુ એલાનશરદ પવારના રાજીનામા બાદ એનસીપીની મહત્વની બેઠક આજે, થઈ શકે છે અધ્યક્ષનુ એલાન

રાજસ્થાનનો બેટિંગ વિભાગ લયમાં છે પરંતુ બોલિંગમાં સુધારાની જરૂર છે. ટીમને છેલ્લી મેચમાં મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ, ઓલરાઉન્ડર જેસન હોલ્ડર, સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ સેન સારી બોલિંગ કરવામાં નિષ્ફળ ગયા હતા.

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ છેલ્લી સિઝન (2022)માં કુલ 3 વખત સામસામે આવી હતી. આ દરમિયાન ગુજરાતે ત્રણેય મેચ જીતી હતી. IPL 2023ની વાત કરીએ તો આજે બંને ટીમો વચ્ચે બીજી મેચ છે.

પ્રથમ મેચમાં રાજસ્થાન રૉયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર જીત નોંધાવી હતી. હાલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમાઈ છે. ચારમાંથી ત્રણ ગુજરાત ટાઇટન્સે જીત્યા છે, જ્યારે એક રાજસ્થાન રૉયલ્સે જીતી છે.

Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 05 મે, 2023Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 05 મે, 2023

IPLમાં આજે કોની છે મેચ

IPL 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગે શરૂ થશે.

આઈપીએલમાં ગઈકાલની મેચ કોણે જીતી

આઈપીએલમાં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે એક રસપ્રદ મેચ રમાઈ હતી. આ મેચમાં KKRનો શાનદાર દેખાવમાં 5 રને વિજય થયો હતો.

રાજસ્થાન રોયલ્સની આખી ટીમ

દેવદત્ત પડિક્કલ, જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવન ફરેરા, કુણાલ રાઠોર, જો રૂટ, સંજુ સેમસન (કેપ્ટન), કેસી કરિઅપ્પા, કુલદીપ સેન, કુલદીપ યાદવ, નવદીપ સૈની, કેએમ આસિફ, કેએમ આસિફ. ટ્રેન્ટ બોલ્ટ, મુરુગન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, રવિચંદ્રન અશ્વિન, આકાશ વશિષ્ઠ, જેસન હોલ્ડર, અબ્દુલ પા.

Vastu Tips: જો પૂજા ઘર યોગ્ય દિશામાં નહિ હોય તો થશે આ મોટુ નુકશાનVastu Tips: જો પૂજા ઘર યોગ્ય દિશામાં નહિ હોય તો થશે આ મોટુ નુકશાન

ગુજરાત ટાઈટન્સની આખી ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડ, જયંત યાકંદ , આર સાઈ કિશોર, નૂર અહેમદ, શિવમ માવી, જોશુઆ લિટલ, કેન વિલિયમસન, મોહિત શર્મા, ઉર્વીલ પટેલ, કેએસ ભરત, ઓડિયન સ્મિથ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Today's IPL 2023 Match is between Gujarat Titans vs Rajasthan Royals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X