Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - GT vs CSK Qualifier 1
Today's IPL 2023 Match: આઈપીએલમાં આજની મેચ બે મોટી ટીમો વચ્ચે છે. પ્રથમ ક્વૉલિફાયર મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. મહત્વની વાત એ છે કે આજની મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. જેને ચેન્નાઈનો ગઢ માનવામાં આવે છે.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં કુલ 10 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પરનુ અભિયાન સમાપ્ત કર્યુ હતુ. ધોનીની ચેન્નાઈએ 17 પોઈન્ટ સાથે બીજા નંબરે પોતાના અભિયાનનો અંત કર્યો હતો. એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. હવે બંને ટીમો વચ્ચે પ્લેઓફનો પ્રથમ ક્વૉલિફાયર મુકાબલો થશે.

પ્રથમ ક્વૉલિફાયરમાં રમતી ટીમોને હંમેશા મોટો ફાયદો થાય છે. મેચ હાર્યા બાદ પણ ટીમ અંતિમ રેસમાંથી બહાર નથી થતી. જો ચેન્નાઈ કે ગુજરાતની કોઈપણ ટીમ હારે છે તો તેની પાસે વધુ એક મેચ હશે. ગુજરાત માટે ગિલ ફોર્મમાં છે.
જ્યારે ચેન્નાઈના બંને ઓપનર રિતુરાજ અને ડેવોન કોનવે બેટિંગ કરી રહ્યા છે. બોલિંગ પણ સંતુલિત દેખાઈ રહી છે. માની શકાય છે કે ચેન્નાઈમાં આ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે.
ગુજરાત ટાઇટન્સની ટીમ
શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (કીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી, યશ દયાલ, વિજય શંકર, શ્રીકર ભરત, શિવમ માવી, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, અભિનવ મનોહર, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, મેથ્યુ વેડ, દર્શન નાલકાંડે, ઉર્વીલ પટેલ, સાઈ સુદર્શન, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ
રુતુરાજ ગાયકવાડ, ડેવોન કૉનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષાના, મતિષા પથિરાના, મિશેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, શેખ રશીદ, આકાશ સિંહ, સિસંડા મગાલા , ડ્વેન પ્રીટોરિયસ, બેન સ્ટૉક્સ , અજય જાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, આર એસ હંગરગેકર, ભગત વર્મા, નિશાંત સિંધુ.












Click it and Unblock the Notifications
