Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - GT vs MI Qualifier 2

Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ક્વોલિફાયર-2માં સામ-સામે આવશે. આજે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે બંને ટીમો વચ્ચે મુકાબલો થશે. આ મેચ કેપ્ટન હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ટીમ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ) ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યુ હતુ, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ ક્વૉલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યુ હતુ. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ માટે આઈપીએલની ફાઈનલમાં પહોંચવાની આજે છેલ્લી તક છે.

ipl 2023

આવી સ્થિતિમાં બંને ટીમો નવી રણનીતિ સાથે મેદાનમાં જોવા મળી શકે છે. રોહિત અને હાર્દિક શુક્રવારે ક્વૉલિફાયર-2માં જીત મેળવીને ટાઇટલ મેચમાં જગ્યા બનાવવાનું લક્ષ્ય રાખશે.

જસપ્રિત બુમરાહ અને જોફ્રા આર્ચર બાદ હવે આકાશ મધવાલે મુંબઈની બોલિંગ ડિપાર્ટમેન્ટની કમાન સંભાળી લીધી છે. બુમરાહ અને આર્ચર IPLમાંથી બહાર થયા બાદ મુંબઈ માટે બોલિંગ એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો હતો. જોકે, પિયુષ ચાવલાએ આ મેચ સુધી પહોંચવામાં ટીમને ઘણો સપોર્ટ કર્યો છે.

આકાશે લખનઉ સામેની એલિમિનેટર મેચમાં 5 રનમાં 5 વિકેટ ઝડપી હતી, જે T20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન સાબિત થયું છે. MI vs GT મેચમાં પણ મુંબઈની નજર મધવાલ પર રહેશે.

MIના બેટિંગ વિભાગમાં સૂર્યકુમાર યાદવ અને કેમેરોન ગ્રીન નજર રહેશે. જ્યારે શુભમન ગિલનું પ્રદર્શન ગુજરાત માટે નિર્ણાયક સાબિત થશે. જોકે, હાર્દિક પંડ્યા અને રિદ્ધિમાન સાહાનું ફોર્મ અત્યારે ચિંતાનો વિષય છે. ગુજરાતના બોલરોની વાત કરવામાં આવે તો મોહમ્મદ શમી અને રાશિદ ખાન અત્યાર સુધી શાનદાર રહ્યા છે અને તે જીટી માટે ચાવીરૂપ સાબિત થઈ શકે છે.

IPLમાં આજે કોની મેચ

IPL 2023ના ક્વૉલિફાયર 2માં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ઇન-ફોર્મ મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે. IPL ક્વૉલિફાયર 2ની મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ક્વૉલિફાયર-2 મેચ ક્યાં જોઈ શકો

ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની IPL 2023 ક્વૉલિફાયર-2 મેચ શુક્રવારે સાંજે 7:30 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. તમે JioCinema એપ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

ગુજરાત ટાઇટન્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, જોશ લિટલ, મોહમ્મદ શમી, મોહિત શર્મા. ઈમ્પેક્ટ પ્લેયર: અભિનવ મનોહર

મુંબઈ ઈન્ડિયન્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન

ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય, ક્રિસ જોર્ડન, જેસન બેહરનડોર્ફ, આકાશ માધવાલ. ઈમ્પેક્ટ પ્લેયર: નેહલ વાઢેરા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X