Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - રાજસ્થાન રૉયલ્સ vs લખનઉ સુપર જાયન્ટ્સ

Today's IPL 2023, Match: આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 26મી મેચમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સની મેજબાની કરશે. રાજસ્થાનની ટીમ અત્યાર સુધી ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની ઘરેલુ મેચ રમી હતી પરંતુ હવે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પરત ફરી રહી છે.

રાજસ્થાન રૉયલ્સ આ સિઝનની સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે પોતાનો દાવો કરી રહી છે. તેણે અત્યાર સુધીમાં 5માંથી ચાર મેચ જીતી છે. તેને પંજાબ કિંગ્સે એક મેચમાં 5 રને પરાજય આપ્યો હતો. રાજસ્થાનની ટીમ છેલ્લી ત્રણ મેચ જીતીને આવી રહી છે. લખનઉ સુપરજાયન્ટ્સ પણ પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન પછી બીજા નંબર પર છે.

ipl 2023

કેએલ રાહુલની ટીમે તેની પાંચમાંથી ત્રણ મેચ જીતી છે પરંતુ છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સે તેના હોમ ગ્રાઉન્ડ પર 2 વિકેટથી મેચ જીતી હતી. લખનઉની ટીમ અગાઉની મેચ 1 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. આ મેચ આરસીબી સામે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી.

લખનઉની સામે આજે ચોક્કસપણે એક મોટુ કામ છે. હવે જોવાનુ રહેશે કે ક્વિન્ટન ડી કોક આ ટીમમાં વાપસી કરે છે કે નહીં. કેએલ રાહુલે તેની છેલ્લી મેચમાં 56 બોલમાં 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ દીપક હુડા હજુ સુધી ફોર્મમાં નથી.

રાજસ્થાન રૉયલ્સે છેલ્લી મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યુ હતુ માટે તેમનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. તે મેચમાં આરઆરની ટીમ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ પર રમી હતી અને જોસ બટલર ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. યશસ્વી જયસ્વાલે પણ માત્ર એક રન બનાવ્યો હતો.

રાજસ્થાનની ટીમ જીતવામાં સફળ રહી હતી કારણ કે સંજુ સેમસને સારી ઇનિંગ રમી હતી અને સિમરન હેટમાયરે પણ વધુ સારી ફિનિશિંગ કરી હતી.

આજે 19 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે મેચ છે. આઈપીએલની આ 26મી મેચ છે જે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.

તમે RR vs LSGની આ મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક, સ્માર્ટ ટીવી પર Jio એપ અને સ્માર્ટ ફોન પર પણ Jio એપ પર સાંજે 7:30 વાગ્યે લાઈવ જોઈ શકો છો.

ગઈકાલે, 18 એપ્રિલના રોજ, IPL 2023ની 25મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને 14 રને હરાવીને આ સિઝનમાં પોતાની જીતની હેટ્રિક પૂરી કરી હતી.

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને તેણે કેમરુન ગ્રીન અને તિલક વર્માની શાનદાર ઈનિંગ્સના આધારે 20 ઓવરમાં 192 રન બનાવ્યા, જેના જવાબમાં સનરાઈઝર્સ ટીમ 19.5 ઓવરમાં 178 રન જ બનાવી શકી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X