IND vs BAN T20: ભારત અને બાગ્લાદેશ વચચે ટી20 મેચ આજે, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ મહિલા ખેલાડીઓની ટી 20 મેચની સીરીઝ રમવા માટે તૈયાર છે. લાબા સમય બાદ ભારતીય મહિલા ટીમ એક વાર ફરી મૈદાન પર પોતાનો દમ દેખાડશે. ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં આ મુકાબલો રમાશે.

બાંગ્લાદેશ સામે ભારતીય મહિલા ટીમનું પલડુ ભારે છે. અત્યાર સુધી આ બંને ટીમો વચ્ચે કુલ 13 ટી 20 મુકાબલા રમાયા છે. આ 13 માથી 11 મેચોમાં ભારતીય ટીમની જીત થઇ છે. જ્યારે બાંગ્લાદેશના ભાગમાં ફક્ત બે જ જીત આવી છે. એવામાં ભારતીય ટીમ બાંગ્લાદેશની સામે એક વાર ફરી ફેવરિટ છે. અને તે આ સિરિઝને જીતવા માટે પ્રબલ દાવેદાર માનવામાં આવે છે.
ભારતીય સમયાનુસાર 1:30 વાગ્યાથી આ મુકાબલો રમાશે. આ સીરીજના તમામ મુકાબલા લાઇવ સ્ટ્રીમ માટે ઓનલાઇન સ્ટ્રીમિગ અધિકાર ફેનકોડ પાસે છે. ભારતમાં આ મુકાબલાનું સીધુ પ્રસારણ કોઇ ટીવી ચેનલ પર કરવામાં નહી આવે. ફેન્સ ટ્વટીર હેડર પર મેચની અફડેટ મેળવી શકશે.
બાંગ્લાદેશની સંભવીત ટીમ શોભના મોસ્તરી, શાર્મિન અખ્તર, મુર્શિદ ખાતુન, લતા મંડલ, સલમા ખાતુન, રિતુ મોની, સુલ્તાના ખાતુન, રુમાના અહમદ, શમીમા સુલ્તાના, નિગાર સુલ્તાના (કેપ્ટેન), નંહિદા અખતર
ભારતીય સંભવિત ટીમ યાસ્તિકા ભાટીયા (વિકેટકિપર), સ્મૃતિ મંધાના, જેમિસા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, મેઘના સિહ, હરમનપ્રિત કૌર (કેપ્ટન), દિપ્તી શર્મા, સ્નેહ રાણા, પુજા પસ્ત્રાકર, અંજલી સરવાની, મેઘના સિહ












Click it and Unblock the Notifications
