ખૂબસૂરત ટીચરના પ્રેમમાં બોલ્ડ થયો હતો ટ્રેન્ટ બોલ્ટ, આવી રીતે શરૂ થઈ પુરી લવ સ્ટોરી
આઈપીએલમાં ટ્રેન્ટ બોલ્ટની ખુબ ચર્ચા છે. રાજસ્થાનનો આ સ્ટાર ખેલાડી ક્રિકેટ સાથે સાથે તેની બોલ્ડ અને બ્યુટીફુલ વાઈફ માટે પણ ચર્ચામાં રહે છે.
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ IPL 2024માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે. બોલ્ટની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.

IPL 2024ની 14મી મેચમાં ટ્રેન્ટ બોલ્ટે મુંબઈના બેટ્સમેનોને ઘુંટણીએ પાડ્યા અને મુંબઈ સામે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી.
ન્યુઝીલેન્ડનો બોલ્ટ શાંત સ્વભાવનો ખેલાડી છે. તેનું અંગત જીવન પણ એકદમ ખાનગી છે, પરંતુ તેની લવ સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે. બોલ્ટ એક શિક્ષિકાના પ્રેમમાં બોલ્ટ થયો છે. જે હવે તેની પત્ની છે અને તેનું નામ ગર્ટ સ્મિથ છે.
ગર્ટનું સાચું નામ એલેક્ઝાન્ડ્રા છે અને તે વ્યવસાયે શિક્ષક છે. હવે તમે વિચારતા હશો કે તેમની પહેલી મુલાકાત કોઈક શાળામાં થઈ હશે, પરંતુ એવું નથી.
બોલ્ટ અને એલેક્ઝાન્ડ્રા પહેલીવાર હેમિલ્ટનના એક બારમાં મળ્યા હતા. આ પ્રથમ મુલાકાત બાદ જ બંને વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થયો. આ પછી બોલ્ટે 2016માં એલેક્ઝાન્ડ્રાને ટ્રિપ પર પ્રપોઝ કર્યું હતું.
બોલ્ટ અને એલેક્ઝાન્ડ્રાએ ઓગસ્ટ 2017માં એકબીજાનો હાથ પકડીને લગ્ન કર્યા. આ પછી ઓક્ટોબર 2018 માં બોલ્ટ અને ગર્ટ એક બાળકના માતાપિતા બન્યા. ગર્ટે એક પુત્રને જન્મ આપ્યો છે.
જ્યારે લોકોને ખબર પડી કે ગર્ટ ટ્રેન્ટ બોલ્ટને ડેટ કરી રહી છે ત્યારે તેણી ન્યૂઝીલેન્ડમાં ખૂબ પ્રખ્યાત થઈ ગઈ. સ્કૂલમાં બાળકો વચ્ચે એવી પણ શરત લાગી કે ગર્ટ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને ડેટ કરી રહીછે કે નહીં. પરંતુ બાદમાં જ્યારે આ મામલાની સત્યતા સામે આવી તો શાળાના બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા.












Click it and Unblock the Notifications
