ટ્વિટરે કોહલી, ધોની અને રોહિતને પણ ના બક્ષ્યા, હટાવ્યુ બ્લુ ટિક, આ દિગ્ગજ ખેલાડીઓ પણ શામેલ

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે જ્યારે બ્લુ ટિક આપવાનુ શરૂ કર્યું ત્યારે તેણે કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેકનું સન્માન કર્યું, સાથે સાથે એક શરત પણ મૂકી કે જો નિર્ધારિત સમયમાં પેમેન્ટ નહીં કરવામાં આવે તો ફ્રી બ્લુ ટિક કાઢી નાખવામાં આવશે.

જ્યારે પૈસાની વાત આવે છે, તો સામાન્ય લોકોને બાજુ પર રાખો, ઘણા દિગ્ગજ રાજકારણીઓ, અભિનેતાઓ અને ક્રિકેટરોએ ચૂકવણી કરી ન હતી, અને હવે ટ્વિટરે તેની માર્ગદર્શિકા અનુસાર વેરિફાઇડ એકાઉન્ટ્સમાંથી ફ્રિ બ્લુ ટિક હટાવી દીધુ છે.

Twitter

આ ક્રમમાં ટ્વિટરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની સહિત ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ટીમ ઈન્ડિયા સુપરસ્ટાર્સની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી વેરિફિકેશન ટિક હટાવી દીધી છે.

એલોન મસ્કનું ટ્વિટર ખરીદ્યા પછી કંપનીએ ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેમાંથી એક આ ફેરફાર પણ છે. ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાની પ્રક્રિયા ગયા વર્ષથી શરૂ થઈ છે.

જે ટ્વિટર યુઝર્સે હજુ સુધી બ્લુ ટિક પ્લાન માટે ચૂકવણી કરી નથી તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ કાઢી નાખવામાં આવી રહ્યા છે, પરંતુ લેગસી વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાની જાહેરાત 12 એપ્રિલે જ કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે 20 એપ્રિલથી વેરિફાઈડ એકાઉન્ટમાંથી લેગસી બ્લુ ટિક માર્ક દૂર કરવામાં આવશે.

ટ્વિટરની આ ક્રિયા પછી, ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર સહિત મોટાભાગના ભારતીય ક્રિકેટરોએ ટ્વિટર પર તેમની વેરિફિકેશન ટિક ગુમાવી દીધા છે. રસપ્રદ વાત એ છે કે તે માત્ર ભારતીય ક્રિકેટરો સુધી સીમિત ન હતું, રમતના ઈતિહાસના મહાન ફૂટબોલરોમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના એકાઉન્ટનુ પણ બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યુ છે.

આ સિવાય પાકિસ્તાની પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું છે. તે જ સમયે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનુ બ્લુ ટિક પણ હટાવવામાં આવ્યુ છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ટ્વિટર પર 108.3 મિલિયન લોકો ફોલો કરે છે, જ્યારે વિરાટ કોહલીના 55.1 મિલિયન, સચિન 38.6 મિલિયન, રોહિત શર્મા 21.7 મિલિયન, મહેન્દ્ર સિંહ ધોનીના 8.5 મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય ટ્વિટર પર બાબરને 4.6 મિલિયન લોકો ફોલો કરે છે. ગાંગુલીને 6.5 મિલિયન લોકો ફોલો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X