For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

U-19 World Cup: અમે ભારતીય ક્રિકેટરો કરતા વધારે આક્રમક, ભારતને હરાવીશું-પાકિસ્તાન કોચ

આવતા અઠવાડિયે ક્રિકેટની દુનિયાના ઉભરતા ખેલાડીઓ દક્ષિણ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડકપ માટે ભેગા થશે. 17 જાન્યુઆરીએ શરૂ થઈને આ ટૂર્નામેન્ટ 9 ફેબ્રુઆરીએ પૂરી થશે.

|
Google Oneindia Gujarati News

આવતા અઠવાડિયે ક્રિકેટની દુનિયાના ઉભરતા ખેલાડીઓ દક્ષિણ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડકપ માટે ભેગા થશે. 17 જાન્યુઆરીએ શરૂ થઈને આ ટૂર્નામેન્ટ 9 ફેબ્રુઆરીએ પૂરી થશે. દરેક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જુદી જુદી ટીમોની જુદી જુદી ટીમો સાથે ટક્કર હોય છે પરંતુ દરેક વર્લ્ડ કપ કે તેના જેવી ટુનાર્મેન્ટમાં ભારત અને પાકિસ્તાન કટ્ટર હરીફ મનાય છે. ફરી એક વખત હવે ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલાનો સમય આવી ગયો છે. વર્તમાન ચેમ્પિયન ભારતની ટીમ હાલ મજબુત હાલતમાં છે પરંતુ પાકિસ્તાનના અંડર-19 કોચ એઝાઝ અહેમદને લાગે છે કે પાકિસ્તાનની ટીમ વધારે આક્રમક છે અને અને ઉત્સાહ સાથે રમે છે. આ જુસ્સો ભારતને હરાવવામાં મદદરૂપ બનશે. એઝાઝ અહેમદે કહ્યું કે તેમની ટીમે એશિયા કપ દરમિયાન પણ આમ જ કર્યુ હતું.

team india

એઝાઝ અહેમદે ઈન્ડિયા ટુડેને જણાવ્યુ છે કે "ભારતની ટીમ ઘણી સારી છે પરંતુ જ્યારે અમે એકબીજા સામે રમીએ છીએ ત્યારે તેમના કરતા અમારામાં વધારે ઉત્સાહ હોય છે અને તે જ રીતે અમે એશિયા કપ દરમિયાન સેમિફાઇનલ મેચમાં ભારતને હરાવ્યું હતું." 60 ટેસ્ટ અને 250 વનડે મેચ રમી ચુકેલા એઝાઝ અહેમદે વધુમાં કહ્યું કે, આ ઉત્સાહથી ભૂતકાળમાં પણ ભારતને હરાવવામાં મદદ મળી છે. ભૂતકાળમાં પણ અમે અમારા ઉત્સાહથી ભારતને હરાવ્યુ છે અને આ વખતે પણ અમારા ખેલાડીઓનો ઉત્સાહ હાવી રહેશે. જો કે ભારતની ટીમ ખૂબ જ મજબૂત ટીમ છે.

ભારતે હમણા જ દક્ષિણ આફ્રિકામાં ચતુર્ભુજ વનડે સિરીઝ જીતી છે. જો કે એઝાઝ અહેમદ એ વાત માનવાનો ઇનકાર કરી રહ્યા છે કે દક્ષિણ આફ્રિકામાં રમવાનો અનુભવ વર્લ્ડ કપમાં ભારતને મદદ કરશે. એઝાઝ અહેમદનું કહેવું છે કે "વર્લ્ડ કપમાં એ વાતથી કોઈ ફરક નથી પડતો, ભલે પછી તે નંબર વન ટીમ કે ડિફેન્ડીંગ ચેમ્પિયન હોય. મને લાગે છે કે અમારી ટીમ સારી રીતે સંતુલિત છે. અજાઝનું કહેવુ છે કે તેમની ટીમે સખત મહેનત કરી છે અને 11 મેચ પણ રમી છે. વર્લ્ડકપના 9 દિવસ પહેલા અમે દક્ષિણ આફ્રિકા પણ પહોંચીશું. આ ઉપરાંત અભ્યાસ મેંચ પણ રમશે.

આ પણ વાંચોઃ INDvNZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની થશે જાહેરાત, શું ધોની પરત ફરશે?આ પણ વાંચોઃ INDvNZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની થશે જાહેરાત, શું ધોની પરત ફરશે?

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
U-19 World Cup: We will beat India more aggressive than Indian cricketers: Pakistan coach
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X