For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

U19 CWC: બાંગ્લાદેશી ખેલાડીઓએ કરી ગાળાગાળી, જાણો શું બોલ્યા કેપ્ટન પ્રિયમ ગર્ગ

U19 CWC: બાંગ્લાદેશી ખેલાડીઓએ કરી ગાળાગાળી, જાણો શું બોલ્યા કેપ્ટન પ્રિયમ ગર્ગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં આયોજિત થયેલ અંડર-19 વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં બાંગ્લાદેશની ટીમે ભારતને હરાવી ઈતિહાસના સોનેરી પાના પર પોતાનું નામ લખી દીધું અને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનો મુકામ હાંસલ કર્યો. રવિવારે રમાયેલ ફાઈનલ મુકાબલામાં બાંગ્લાદેશની ટીમે ભારતને 3 વિકેટથી હરાવી ખિતાબ પર કબ્જો જમાવ્યો છે. જો કે મેચની તરત બાદ બાંગ્લાદેશી ખેલાડીઓના વલણથી તેમની જીતની વાહવાહીથી વધુ તેમના દુર્વ્યવહારની આલોચના થવા લાગી છે.

જણાવી દઈએ કે પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ આક્રોશમાં આવી ભારતીય ખેલાડીઓ સાથે બદસલૂકી કરી અને રિપોર્ટ મુજબ કેટલાક બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય પ્લેયર્સની સાથે ગાળાગાળી અને ધક્કા-મુક્કી કરી જેનો વીડિયો સામે આવ્યો છે. હવે મેચ બાદ ભારતીય કેપ્ટન પ્રિયમ ગર્ગે આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

જાણો શું બોલ્યા કેપ્ટન પ્રિયમ ગર્ગ

જાણો શું બોલ્યા કેપ્ટન પ્રિયમ ગર્ગ

બાંગ્લાદેશી ખેલાડીઓના મેચ બાદ નકારાત્મક વલણ અને ગાળાગાળી વાળા વ્યવહારને લઈ ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે અફસોસ જતાવ્યો અને કહ્યું કે આ એક ડર્ટી હરકત હતી. ક્રિકઈન્ફોની એક રિપોર્ટ મુજબ જ્યારે પ્રિયમ ગર્ગથી આ મામલાને લઈ સવાલ કર્યા તો તેમણે કહ્યું કે આ ઘણી ડર્ટી હતી. પ્રિયમ ગર્ગે કહ્યું કે, અમે આજ વિચાર્યું કે આ ખેલનો ભાગ છે- તમે કંઈક જીતો છો અને કંઈક હારી જાવ છો. પરંતુ તેની પ્રતિક્રિયા ડર્ટી હતી. હું સમજું છું આ નહોતું થવું જોઈતું હતું. પરંતુ ઠીક છે.

આઈસીસી કરી શકે છે મોટી કાર્યવાહી

આઈસીસી કરી શકે છે મોટી કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે અનુશાસનથી જોડાયેલ મામલે આઈીસી ઘણું ગંભીર વલણ અપનાવે છે. એવામાં હવે એ જોવાનું રહેશે કે આઈસીસી બાંગ્લાદેશી પ્લેયર્સના આ વલણ પર શું ફેસલો સંભળાવશે. જો કે આઈસીસી આ મામલે ઘણા ગંભીર છે અને સોમવારે આ મામલા પર પોતાનો ફેસલો સંભળાવી શકે છે. હાલ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપના ફાઈનલ મેચના રેફરી ગ્રીમ લૈબોયના રિપોર્ટનો ઈંતેજાર કરી રહ્યા છે.

બાંગ્લાદેશી કેપ્ટને શર્માન હરકત માટે માફી માંગી હતી

બાંગ્લાદેશી કેપ્ટને શર્માન હરકત માટે માફી માંગી હતી

જ્યારે બાંગ્લાદેશી ખેલાડીઓ તરફથી બિન જરૂરી આક્રમકતા અને નેગેટિવ બિહેવિયર માટે કેપ્ટન અકબર અલી પહેલે જ માફી માંગી ચૂક્યા છે. બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ આ શર્મનાક ઘટના માટે માફી માંગતા કહ્યું, ક્રિકેટને એક જેન્ટલમેન ગેમ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે કંઈપણ થયું તે થવું નહોતું જોઈતું. પહેલીવાર મેચ જીત્યા બાદ અમારા કેટલાક ખેલાડીઓ કંઈક વધુ જ ભાવુક થઈ ગયા હતા અને જોશમાં હોશ ગુમાવી બેઠા. એવામાં અમારા ટીમના વલણ બદલ હું આખી ટીમ તરફથી માફી માંગું છું.

વર્લ્ડ કપ 2019: ભારત કેમ જીતી શક્યું નહીં, યુવરાજે જણાવ્યું કારણવર્લ્ડ કપ 2019: ભારત કેમ જીતી શક્યું નહીં, યુવરાજે જણાવ્યું કારણ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Under 19 World Cup: bangladeshi player's ditry behaviour captain priyam garg responded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X