Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, માત્ર 36 બોલમાં તોફાની સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ

Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટ જગતને એક નવો 'વન્ડર કિડ' મળી ગયો છે. બિહારના માત્ર 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફી 2025-26માં એવી વિસ્ફોટક બેટિંગ કરી કે ક્રિકેટના ઈતિહાસના અનેક મોટા રેકોર્ડ્સ ધરાશાયી થઈ ગયા છે. અરુણાચલ પ્રદેશ સામે રમાયેલી મેચમાં વૈભવના બેટથી રન નહીં પણ જાણે અંગારા વરસ્યા હતા.

Vaibhav Suryavanshi

36 બોલમાં સદી અને ડી વિલિયર્સનો રેકોર્ડ ધરાશાયી

વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેણે માત્ર 36 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે જ તે લિસ્ટ-એ ક્રિકેટમાં ભારત તરફથી બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે.

પરંતુ વૈભવ અહીં અટક્યો નહોતો, તેણે માત્ર 54 બોલમાં 150 રન પૂરા કરીને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સ (64 બોલ)નો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવે કુલ 84 બોલનો સામનો કર્યો અને 190 રનની ઈનિંગ રમી, જેમાં 15 ગગનચુંબી છગ્ગા અને 16 ચોગ્ગા સામેલ હતા.

સચિન તેંડુલકર અને યુવરાજ સિંહને પણ પાછળ છોડ્યા

આ ઐતિહાસિક ઈનિંગ સાથે વૈભવ સૂર્યવંશી લિસ્ટ-એ ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી નાની વયનો ખેલાડી બની ગયો છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ જેવા દિગ્ગજોના નામે રહેલા રેકોર્ડ્સ પણ તોડી નાખ્યા છે. ભારત માટે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ અનમોલપ્રીત સિંહ (35 બોલ)ના નામે છે, જેની અત્યંત નજીક વૈભવ પહોંચી ગયો છે.

IPL ઓક્શન બાદ શાનદાર વાપસી

તાજેતરમાં જ અન્ડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે મળેલી હાર બાદ વૈભવે આ વિસ્ફોટક ઈનિંગથી શાનદાર વાપસી કરી છે. નોંધનીય છે કે, તાજેતરમાં યોજાયેલા IPL મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા તેને મોટી કિંમતે ખરીદવામાં આવ્યો હતો. આ પ્રદર્શને સાબિત કરી દીધું છે કે રાજસ્થાન રોયલ્સે તેના પર મુકેલો ભરોસો એકદમ સચોટ છે.

વૈભવ સૂર્યવંશીની અત્યાર સુધીની સફર

  • નાની વયે ડેબ્યૂ: માત્ર 13 વર્ષની ઉંમરે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરી સૌને ચોંકાવ્યા હતા.
  • યુથ ટેસ્ટ: યુથ ટેસ્ટ ક્રિકેટમાં પણ 58 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે છે.
  • ભવિષ્યનો સ્ટાર: ક્રિકેટના નિષ્ણાતો તેને ભારતીય ક્રિકેટના ભાવિ સુપરસ્ટાર તરીકે જોઈ રહ્યા છે.

વૈભવ સૂર્યવંશીએ પોતાની પ્રતિભાથી સાબિત કરી દીધું છે કે ક્રિકેટમાં વય નહીં પણ આવડત અને આત્મવિશ્વાસ મહત્વના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X