Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

vaibhav suryavanshi ipl debut : વૈભવ સુર્યવંશી ડેબ્યુ મેચમાં સિક્સર ફટકારનારો 10મોં ખેલાડી બન્યો, જુઓ વીડિયો

vaibhav suryavanshi ipl debut : આઈપીએલમાં 19 એપ્રિલનો દિવસ 14 વર્ષના વૈભવ સુર્યવંશીના નામે રહ્યો. જયપુરમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની આઈપીએલ મેચમાં લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો.

એડન માર્કરમ અને આયુષ બડોનીની અડધી સદીની ઇનિંગ્સની મદદથી લખનૌએ 20 ઓવરમાં 5 વિકેટે 180 રનનો સ્કોર બનાવ્યો. આ મેચમાં રાજસ્થાન તરફથી 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ આઈપીએલમાં પોતાનું ડેબ્યુ કર્યુ.

vaibhav suryavanshi ipl debut

વૈભવે પોતાના ડેબ્યૂના પ્રથમ જ બોલ પર સિક્સર ફટકારીને સપાટો બોલાવી દીધો. આ શાનદાર શરૂઆતે કોમેન્ટેટર્સ આકાશ ચોપડા અને સુરેશ રૈનાને પણ આશ્ચર્યમાં મૂકી દીધા.

વૈભવ સૂર્યવંશી આઈપીએલ ડેબ્યૂના પહેલા બોલે સિક્સર ફટકારનાર વિશ્વના 10મા બેટ્સમેન બન્યો છે. આ પહેલા આ સિદ્ધિ 9 અન્ય ખેલાડીઓએ હાંસલ કરી છે.
વૈભવે આ મેચમાં 20 બોલમાં 34 રનની આક્રમક ઇનિંગ રમી, જેમાં તેની આત્મવિશ્વાસથી ભરેલી બેટિંગે બધાનું ધ્યાન ખેંચ્યું.

પ્રથમ બોલે સિક્સર ફટકારનાર ખેલાડીઓ
રોબ ક્વિની (રાજસ્થાન રોયલ્સ)
કેવોન કૂપર (રાજસ્થાન રોયલ્સ)
આન્દ્રે રસેલ (કોલકાતા નાઈટ રાઈડર્સ)
કાર્લોસ બ્રેથવેટ (દિલ્હી ડેરડેવિલ્સ)
અનિકેત ચૌધરી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)
જેવન સિયરલ્સ (કોલકાતા નાઈટ રાઈડર્સ)
સિદ્ધેશ લાડ (મુંબઈ ઈન્ડિયન્સ)
મહેશ દીક્ષાના (ચેન્નાઈ સુપર કિંગ્સ)
સમીર રિઝવી (ચેન્નાઈ સુપર કિંગ્સ)

રાજસ્થાનના બોલરો જોફ્રા આર્ચર અને સંદીપ શર્માએ શાનદાર બોલિંગ કરી અને લખનૌના બેટ્સમેનોને દબાણમાં રાખ્યા. મિચેલ માર્શ વહેલા આઉટ થયો તો નિકોલસ પૂરન LBWનો શિકાર બન્યો.

ઋષભ પંતની નિરાશાજનક બેટિંગે ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો. જો કે આમ છતાં લખનૌએ સન્માનજનક સ્કોર બનાવીને રાજસ્થાન સામે પડકાર ઉભો કર્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X