Video : ક્રિકેટના મેદાન પર વધુ એક ઘાતક અકસ્માત, બે ખેલાડીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

Daniel Sams Cameron Bancroft Collision Video : છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના મેદાન પર ઘણા અકસ્માત જોવા મળ્યા છે. ફિલિપ હ્યુજીસનું મોત પણ થઈ ગયુ હતું.

હવે આ ક્રમમાં જ ક્રિકેટના મેદાનમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક સાથે બે ખેલાડીઓને હોસ્પિટલ ખસેડવા પડ્યા છે.

Daniel Sams Cameron Bancroft Collision Video

ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગમાં સિડની થંડર અને પર્થ સ્કોર્ચર્સની ટીમ વચ્ચેના મુકાબલા દરમિયયાન ફિલ્ડિંગ કરતી વખતે ડેનિયલ સેમ્સ અને કેમેરોન બૅનક્રોફ્ટ એકબીજા સાથે ટકરાઈ જતા આ ઘટના ઘટી.

આ ટક્કર એટલી ગંભીર હતી કે બંને ખેલાડીઓને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હવે ડેનિયલ સેમ્સ અને કેમરન બેનક્રોફ્ટનો એકબીજા સાથે અથડાતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પર્થ સ્કોર્ચર્સના બેટ્સમેન કૂપ કોનોલીએ શોટ રમ્યો હતો પરંતુ બોલ હવામાં હતા. આ પછી ડેનિયલ સેમ્સ અને કેમરન બેનક્રોફ્ટ કેચ પકડવા દોડ્યા હતા. બંને ખેલાડીઓની નજર બોલ પર હતી પરંતુ આ દરમિયાન આ બને અથડાઈ ગયા.

ડેનિયલ સેમ્સ અને કેમેરોન બેનક્રોફ્ટની આ ભયાનક અથડામણ બાદ બન્નેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા. આ ઘટનાનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મેચની વાત કરીએ તો સિડની થંડરે પર્થ સ્કોર્ચર્સને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી પર્થ સ્કોર્ચર્સે 20 ઓવરમાં 4 વિકેટે 177 રન બનાવ્યા હતા. આ રીતે સિડની થંડર સામે 178 રનનો ટાર્ગેટ હતો. સિડની થંડરે અંતિમ બોલ પર ટાર્ગેટ હાંસલ કરી લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X