Video : અનન્યા પાંડેને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાના ડિવોર્સની ચર્ચા વચ્ચે હાર્દિક પંડ્યાનું નામ વિવિધ હસીનાઓ સાથે જોડાઈ રહ્યુ છે. કેટલાક લોકો તેનું નામ અનન્યા પાંડે સાથે પણ જોડી રહ્યાં છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ચંકી પાંડેની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પણ જોવા મળી હતી. તે લગ્નના ફંક્શન્સમાં તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે.

આ દરમિયાન હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા. આ બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર ફેન્સ પણ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
હલે લોકો લખી રહ્યાં છે કે, શું અનન્યાએ હવે હાર્દિકનું દિલ ચોરી લીધું છે? આ સિવાય યુઝર્સ અનેક પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.
અહીં અનન્યા ગોલ્ડન સ્ટ્રાઇપ્સથી સજ્જ પીળા લહેંગામાં જોવા મળે છે. ટાઇગર પ્રિન્ટ ડિઝાઇને તેના આઉટફિટને ચાર ચાંદ લગાવ્યા છે. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અને મહેમાનોનું ધ્યાન પણ પોતાની તરફ ખેંચ્યું છે.
અનંત અંબાણીના લગ્નમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો. લગ્નની ઉજવણી 12 જુલાઈથી 14 જુલાઈ સુધી મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થવાની છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશની અનેક પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો છે.
Hardik Pandya showing his dancing shoes with Ananya Pandey. 😄pic.twitter.com/YTdrNcCCXS
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024
આ અવસર પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને તાજેતરમાં વર્લ્ડ કપ જીતની ઉજવણી કરનાર હાર્દિક પંડ્યા સહિત ઘણા પ્રખ્યાત ક્રિકેટરો હાજર રહ્યા હતા. હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વિના જોવા મળ્યો હતો, જેના કારણે તેમના સંબંધો વિશે અટકળો તેજ બની છે.












Click it and Unblock the Notifications
