For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ind vs Pak: પાકિસ્તાની ગૃહમંત્રીનુ નફરતભર્યુ નિવેદન, કહ્યુ - 'અમારી સાથે હતી હિંદુસ્તાની મુસલમાનોની લાગણીઓ'

પાકિસ્તાનના નેતાઓ આ પ્રસંગે પણ ભારત સામે પોતાની નફરત રોકી ન શક્યા અને પોતાના વતનની જીતની ખુશીને મનાવતા-મનાવતા ભારતના લોકોને કંઈક એવુ કહી દીધુ જેના પર હિંદુસ્તાનીને વાંધો હોય.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ રવિવારે સાંજે દુબઈના મેદાન પર રમાયેલ ટી20 વર્લ્ડ કપના મહામુકાબલામાં પાકિસ્તાને ભારતે ખરાબ રીતે હરાવી દીધુ. બાબર આઝમના નેતૃત્વવાળી પાકિસ્તાની ટીમે વિરાટ સેનાને હરાવીને જીતનો ઝંડો લહેરાવ્યો એટલુ જ નહિ પરંતુ 29 વર્ષના હારના સિલસિલાને પણ ખતમ કરી દીધો. તમને જણાવી દઈએ કે આ પહેલા સતત પાંચ વર્લ્ડકપ મુકાબલામાં પાકિસ્તાન હંમેશાથી ભારત સામે હારતુ આવ્યુ હતુ પરંતુ રવિવારે આ આંકડો બદલાઈ ગયો અને બાબર આઝમે ઈતિહાલ રચી દીધો.

ભારત સામે પોતાની નફરતને રોકી ન શક્યા મંત્રી

ભારત સામે પોતાની નફરતને રોકી ન શક્યા મંત્રી

એમાં કોઈ શંકા નથી કે આ પાકિસ્તાનની બહુ મોટી જીત છે અને તેને પૂરો હક છે આ જીતને સેલિબ્રેટ કરવાનો પરંતુ પાકિસ્તાનના નેતાઓ આ પ્રસંગે પણ ભારત સામે પોતાની નફરત રોકી ન શક્યા અને પોતાના વતનની જીતની ખુશીને મનાવતા-મનાવતા ભારતના લોકોને કંઈક એવુ કહી દીધુ જેના પર હિંદુસ્તાનીને વાંધો હોય. વાસ્તવમાં જેવુ પાકિસ્તાને ભારતને મેચમાં હરાવ્યુ, પાકિસ્તાની ગૃહમંત્રી શેખ રશીદે પોતાની ટીમ અને પોતાના દેશના લોકોને મુબારકબાદ આપવામાટે એક વીડિયો અપલોડ કર્યો.

'આજે લોકોને પૂરો હક છે જશ્ન મનાવવાનો'

'આજે લોકોને પૂરો હક છે જશ્ન મનાવવાનો'

તેમણે પોતાના વીડિયોમાં પોતાની ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી અને કહ્યુ કે આજે પાકિસ્તાનની ક્રિકેટ ટીમે જે કર્યુ તેને હું સલામ કરુ છુ. આ જીતની રાહ આખા વતતને લાંબા સમયથી હતી. આજે પાકિસ્તાને પોતાની તાકાત બતાવી છે. મને અફસોસ છે કે આ પહેલી ભારત-પાકિસ્તાન મેચ છે જેમાં હું કોમી જવાબદારીઓના કારણે ગ્રાઉન્ડમાં જોઈ ન શક્યો પરંતુ હું મે તમામ ટ્રાફિકને કહી દીધુ છે કે આજે તે રસ્તા પરથી કન્ટેનર હટાવી દે કારણકે આજે લોકોને પૂરો હક છે જશ્ન મનાવવાનો.

'હિંદુસ્તાનના મુસલમાનોની લાગણીઓ પણ અમારી ટીમ સાથે'

'હિંદુસ્તાનના મુસલમાનોની લાગણીઓ પણ અમારી ટીમ સાથે'

પરંતુ તેમણે ત્યારબાદ જે કહ્યુ તે ખૂબ જ શરમજનક છે. શેખ રશીદે કહ્યુ કે, 'અમારા માટે ફાઈનલ આજે જ હતી, જે અમે જીતી લીધી. આજે આખા વિશ્વના મુસલમાનોની દુઆઓ અમારી સાથે હતી, ત્યાં સુધી કે હિંદુસ્તાનના મુસલમાનોની લાગણીઓ પણ અમારી ટીમ સાથે હતી અને અમે જીતી ગયા. બધા ઈસ્લામને ફતેહ મુબારક હો.' તમને જણાવી દઈએ કે શેખ રશીદનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવર્સમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 151 રનનો જ સ્કોર કરી શકી હતી. જેના જવાબમાં પાકિસ્તાન ખૂબ જ સંયમિત થઈને રમ્યુ અને ભારતને 10 વિકેટથી હરાવી દીધુ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Video: Indian muslims supported Pakistan team said Home Minister Sheikh Rashid After Ind vs Pak WC 2021.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X