Video : મહેન્દ્ર સિંહ ધોની આ કોની સાથે કરી રહ્યા છે મસ્તી?
મહેન્દ્ર સિંહ ધોની અને તેમના પાળેલા કૂતરા સેમની મસ્તીની પળો તેમની પત્ની સાક્ષીએ ઉતારી વીડિયોમાં. ઇંસ્ટ્રાગ્રામમાં અપલોડ કરેલા આ વીડિયોમાં જુઓ કેવી રીતે સેમ, ધોનીની નકલ કરે છે.
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં એક નવું કામ ઉપાડ્યું છે. તે કામ છે તેમના કૂતરાને ટ્રેઇન કરવાનું. તે વાત તો બધા જ જાણે છે કે ધોની કૂતરાઓને ખૂબ જ પ્રેમ કરે છે. તેમના ઘરમાં અલગ અલગ પ્રજાતિના કૂતરા પાળવામાં આવ્યા છે. અને જ્યારે પણ તેમને સમય મળે તે આ કૂતરાઓ સાથે ખૂબ જ મજાથી સમય પસાર કરે છે. તેમને ટ્રેઇન પર કરે છે અને વ્હાલ પણ. ત્યારે હાલમાં જ તેમની પત્ની સાક્ષીએ ધોનીનો એક સરસ વીડિયો ઇંસ્ટ્રાગ્રામ પર શેયર કર્યો છે. જ્યાં ધોની તેમના પાળતૂ કૂતરા સાથે મસ્તી કરી રહેલા નજરે પડે છે.

ધોનીના પાળતૂ કૂતરા સેમ સાથે ધોની કેવી મસ્તી કરી રહ્યા છે તે આ વીડિયોમાં જોવા મળે છે. ધોની જેવી પ્રતિક્રિયા આપે છે તેમનો પાળતૂ કૂતરો સેમ પણ તેવું જ કરે છે. સાક્ષીએ વીડિયો અપલોડ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે "સેમની મિરર ટેલેન્ટ". અને ખરેખરમાં તે વાતમાં માનવી જ પડશે કે ધોનીએ તેના પાળતૂ કૂતરાઓને ખૂબ જ સરસ રીતે ટ્રેઇન કર્યા છે. નોંધનીય છે કે આ પહેલા પણ મહેન્દ્ર સિંહ ધોની તેમના એકાઉન્ટ પર તેમના પાળતૂ કૂતરાઓ સાથેના વીડિયો અને ફોટો શેયર કરી ચૂક્યા છે.
#belgiummalinois #sam ‘s mirroring talent ! 🤣🤣🤣 @mahi7781
A post shared by Sakshi (@sakshisingh_r) on












Click it and Unblock the Notifications
