Video : વિરાટ કોહલી સાથે રોહિત શર્માના ડાન્સે મહેફિલ લૂંટી, વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો
India players dance Video : વર્લ્ડ કપ જીતીને ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયાનું મુંબઈમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ. આ સ્વાગત દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શાનદાર અંદાજમાં જોવા મળ્યા.
T-20 વર્લ્ડ કપ જીતીને ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી અને ટ્રોફી સાથે ખુલ્લી બસમાં ટીમે મુંબઈમાં મરીન ડ્રાઈવ પર લોકોનું અભિવાદન જીલ્યુ.

આ પછી ટીમ વાનખેડે સ્ટેડિયમ પહોંચી અને અહીં મોટી સંખ્યામાં લોકોએ તેમની વિજેતા ટીમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરીને ઉજવણી કરી. આ દરમિયાન આવી ઘણી તસવીરો સામે આવી જેણે ચાહકોનું દિલ જીતી લીધું. આમાંથી એક રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ડાન્સ છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.
T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. આ સાથે એક યાદગાર ક્ષણે ચાહકોને દિવાના બનાવી દીધા. વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત વિનિંગ સેરેમની દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ડાન્સ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા અને ડ્રમ પર ડાન્સ કર્યો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વિરાટ કોહલી રોહિત શર્મા સાથે જોરશોરથી ડાન્સ કરતો જોવા મળે છે. સાથી ખેલાડીઓ પાછળ ડાન્સ કરી રહ્યા છે.
Virat Kohli and Rohit Sharma started dancing and then all the teammates joined them. 😂❤️pic.twitter.com/PDjfIYpFGk
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024
વાનખેડે સ્ટેડિયમમાં તમામ પ્રશંસકોને સંબોધતા રોહિત શર્માએ કહ્યું કે, તમામનો આભાર, અમે ભારત આવ્યા ત્યારથી બધુ શાનદાર રહ્યું છે. આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. ટીમ અને BCCI વતી હું દરેકનો આભાર માનું છું. હું ખરેખર ખુશ અને રાહત અનુભવું છું. મુંબઈ ક્યારેય નિરાશ કરતું નથી. અમારું અદ્ભુત સ્વાગત થયું.












Click it and Unblock the Notifications
