રોહિત શર્માનો બિંદાસ્ત અંદાજ, પહેલા કહીને સિક્સર ફટકારી, જુઓ વીડિયો
T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનું બેટ શાનદાર રીતે બોલી રહ્યું છે. આ જ કારણ છે કે ભારતે સેમિફાઈનમલમાં ઈંગ્લેન્ડને મોટો ઝટકો આપીને ઘરવાપસી કરાવી છે.
કેપ્ટન રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં જબરદસ્ત ફોર્મમાં છે. છેલ્લી બે મેચમાં રોહિતે ટીમની બેટિંગ સંભાળવા ઉપરાંત ટીમની જીતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રોહિતે જબરદસ્ત ઇનિંગ રમી અને એકલા હાથે ટીમની બેટિંગને સંભાળી હતી, જેના કારણે ભારતે મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી. સેમી ફાઈનલ મેચમાં રોહિતે ફરીથી અડધી સદીની ઇનિંગ રમીને ટીમની જીતનો પાયો નાખ્યો.
રોહિત શર્મા જે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરે છે તે કોઈપણ બોલર માટે ઘાતક સાબિત થઈ શકે છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં રોહિત શર્માએ એક સિક્સર ફટકારી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મેચ દરમિયાન સ્ટમ્પ માઈકમાં રોહિત શર્માનો અવાજ રેકોર્ડ થયો છે. આમાં તે સૂર્યકુમાર યાદવને કહે છે કે જો તે ઉપર ફેંકે તો હું દઉ છુ. અહીં રોહિત ખાસ અંદાજમાં કહી રહ્યો છે કે બોલ ઉપર આવશે તો સિક્સર ફટકારૂ છુ.
આમાં રોહિતનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આદિલ રાશિદ મધ્ય ઓવરોમાં બોલિંગ કરી રહ્યો હતો અને ટીમનો સ્કોર ધીમો કરી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન રોહિત શર્માએ ટીમનો રન રેટ વધારવાનો પ્રયાસ કર્યો.
લિયામ લિવિંગ્સ્ટન બોલિંગ કરવા આવ્યો ત્યારે રોહિતે તેની ઓવરમાં સિક્સર ફટકારી. લિવિંગસ્ટને જ્યારે 11મી ઓવરનો છેલ્લો બોલ ફેંક્યો ત્યારે રોહિતે સીધો સિક્સર ફટકારી. આ પછી રોહિતે સેમ કુરનની ઓવરમાં સિક્સર ફટકારી અને તેના સ્કોરને 50ની પાર લઈ જવાની સાથે જ ભારતનો સ્કોર પણ 100 રનને પાર કરી ગયો.
જણાવી દઈએ કે, રોહિત શર્માએ T-20 વર્લ્ડ કપમાં પોતાની 50મી સિક્સર ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલ પછી રોહિત શર્મા એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે. ગેલે 63 સિક્સર ફટકારી છે.
આ વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. તેણે કુલ 248 રન બનાવ્યા છે. તેનાથી આગળ 281 રન સાથે અફઘાનિસ્તાનનો રહેમાનુલ્લાહ ગુરબાઝ અને 255 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ છે. જો કે રોહિત પાસે હજુ પણ ફાઈનલ મેચમાં આ બંનેને પાછળ છોડવાની તક છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
