Video : રસ્તા પર ફેનને જોઈને સચિને ગાડી રોકી દીધી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સચિન તેંડુલકરને ક્રિકેટની દુનિયામાં ભગવાનનું સ્થાન મળ્યુ છે. આ સ્થાન તેમને ન માત્ર ક્રિકેટ માટે પરંતુ તેમના એક સારા માણસ હોવાને લીધે પણ મળ્યુ છે. આ વાતનો પુરાવો હાલમાં જ જોવા મળ્યો છે.
ક્રિકેટને અલવિદા કહ્યાના એક દાયકા બાદ પણ સચિન તેંડુલકર માટે ચાહકોનો પ્રેમ ઓછો થયો નથી અને તેનો પુરાવો આપતો આ કિસ્સો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

સચિન તેંડુલકર કારમાં રોડ પર જઈ રહ્યો હતો ત્યારે તેના એક પ્રશંસકને ઓળખી જતા તેને કાર રોકી દીધી અને વાત કરી. સચિને પોતે તેનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કર્યો છે. આ ફેન સ્કૂટી પર ક્યાંક જઈ રહ્યો છે અને પાછળ સચિનની કાર આવી રહી હતી.
સચિન તેંડુલકરે જોયું કે તેના ફેન્સે 10 નંબરવાળી મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી છે અને તેના પર તેનું નામ (તેંડુલકર આઈ મિસ યુ) લખેલુ છે તો તે તેની નજીક ગયો અને કાર રોકી દીધી. આ પછી તે આ પ્રશંસકને પૂછે છે કે આ એરપોર્ટ ક્યાંથી જવાય? આ જોઈને ચાહક ખુશ થઈ ગયો અને તેણે પોતા સચિનને ઓળખી લીધો.
આ ફેન્સે કહ્યું કે, સાહેબ મારું જીવન સફળ થઈ ગયું છે. આજે મેં મારા ભગવાનના દર્શન કર્યા છે. આ પછી ફેન બેગમાંથી એક ડાયરી કાઢે છે અને સચિનને તેના પુત્રનો ફોટો બતાવે છે. તેંડુલકર તે ડાયરીમાં ઓટોગ્રાફ આપે છે અને તેનો ફોટો પણ ક્લિક કરે છે. તે ખુશ પણ હતો કે આ ફેન હેલ્મેટ પહેરે છે, તેણે પોતે જ બતાવ્યું કે મેં પણ સીટ બેલ્ટ પહેર્યો છે અને તે જરૂરી છે.
આ ઘટનાનો વીડિયો પોસ્ટ કરતી વખતે તેંડુલકરે લખ્યું કેસ જ્યારે હું મારા પર આટલો પ્રેમ વરસતો જોઉં છું ત્યારે મારું હૃદય ખુશીથી ભરાઈ જાય છે. તે લોકોનો પ્રેમ છે જે અણધાર્યા ખૂણેથી આવતો રહે છે જે જીવનને ખાસ બનાવે છે.












Click it and Unblock the Notifications
