ભારત વિ. પાકિસ્તાનની મેચમાં જોવા મળ્યા ભાગેડુ વિજય માલ્યા

Written By:
Subscribe to Oneindia News

ભારતમાંથી હજારો કરોડ રૂપિયા લઇને લંડન ભાગી જનાર વેપારી વિજય માલ્યા ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાગેડુ વેપારી વિજય માલ્યાની ધરપકડ કરવાની દરેક સંભવ કોશિશ ભારત સરકાર કરી ચૂકી છે. વિજય માલ્યા વિરુદ્ધ અનેક બેંકો પાસેથી લગભગ 9000 કરોડ રૂપિયા લઇને ભાગી જવાના આરોપ સહિત અન્ય ઘણા કેસો નોંધાયા છે. તેઓ આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માલિક પણ છે.

vijay mallya

બેંકો પાસેથી પૈસા લઇને વિજય માલ્યા લંડન નાસી છૂટ્યા હતા. વિજય માલ્યાના કેસ મામલે ઇડી પોતાની ચાર્જ શીટ તૈયાર કરી ચૂકી છે, જલ્દી જ માલ્યા વિરુદ્ધ લંડનની કોર્ટમાં આ ચાર્જ શીટ ફાઇલ કરવામાં આવશે. લંડનના વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં આઇડીબીઆઇ બેંક પાસેથી લગભગ 900 કરોડની લોન લેવાના મામલે વિજય માલ્યા વિરુદ્ધ સુનવણી ચાલી રહી છે.

vijay mallya

પ્રાપ્ત માહિતી અનુસાર, આ સુનવણીની આગલી તારીખ 13 જૂન છે. તપાસ એજન્સિઓને આ સમય આપવામાં આવ્યો છે, જેથી તેઓ પોતાની રિપોર્ટ સાથે કોર્ટમાં હાજર થાય. ઇડીએ પણ લગભગ 1000 પાનાંની ચાર્જ શીટ તૈયાર કરી છે. જેમાં કેસની વિગતો, ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ અને બેંકો સાથેની પૂછપરછની જાણકારી છે. જો કે, વિજય માલ્યાની સ્ટેડિયમની આ તસવીર પરથી સ્પષ્ટ છે કે, તેમને આ વાતોથી કોઇ ફરક નથી પડતો.

English summary
Absconding businessman Vijay Mallya was today spotted at the Edgbaston Cricket Ground in Birmingham, where India began its Champions Trophy defense against arch rivals Pakistan.
Please Wait while comments are loading...