વર્લ્ડ કપથી બહાર થયો વિજય શંકર, હવે આ ખેલાડીને જગ્યા મળી
વર્લ્ડ કપથી બહાર થયો વિજય શંકર, હવે આ ખેલાડીને જગ્યા મળી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ચાલી રહેલ આઈસીસી વર્લ્ડ કપમાં એક મોટો ઝાટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત થતાં વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવશે. બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈના હવાલેથી કહ્યું કે, 'વિજય શંકર જસપ્રિત બુમરાહની બોલ પર ઘાયલ થયો હતો. તેની સ્થિતિ બહુ સારી નથી અને તે ટૂર્નામેન્ટમાં ભાગ નહિ લઈ શકે. તે ઘર પરત જઈ રહ્યો છે. '

અગ્રવાલની કિસ્મત ખુલી
ભારતને આ બીજો ઝાટકો લાગ્યો છે. અગાઉ શિખર ધવનને પણ અંગૂઠામાં ચોટ લાગવાથી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ધવનની જગ્યાએ રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે વિજય બહાર થતાં મયંકની કિસ્મત ખુલી છે. મયંકે હજુ સુધી એકપણ વર્લ્ડ કપ મેચ રમ્યા નથી, પરંતુ છતાં તેને ટીમમાં સામેલ થવાનો મોકો મળ્યો છે.

ઓપનિંગ કરાવી શકે છે
વિજય ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ નહોતો રમી શક્યો. તેની જગ્યાએ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો આગામી બે મેચમાં રિષભ પંત વિફળ રહ્યા તો કેએલ રાહુલને નંબર 4 પર ઉતારવામાં આવશે અને અગ્રવાલ પાસે ઓપનિંગ કરાવવામાં આવશે.

હવે બાંગ્લાદેશ સામે મુકાબલો થશે
જણાવી દઈએ કે રવિવારે વિજય શંકરની ગેરહાદરીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલ મુકાબલામાં ભારત 31 રને હાર્યું હતું. હવે ફરી મંગળવારે ટીમ ઈન્ડિયા એ મેદાન પર જ બાંગ્લાદેશ સામે ટકરાશે. ભારત 11 મેચમાં 11 અંકો સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.












Click it and Unblock the Notifications
