
વિરાટ બર્થડેઃ રસપ્રદ લવ સ્ટોરી, 5 વર્ષ પહેલા ફ્લાઈંગ કિસ કરી લગાવ્યુ હતુ અટકળો પર વિરામ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજે ક્રિકેટ જગતમાં એક જાણીતા ખેલાડી છે. યુવા તેમને ફોલો કરવાથી નથી ચૂકતા. ક્રિકેટની સાથે સાથે ફિટનેસ માટે પણ કોહલી હંમેશા ગંભીર રહે છે અહીં સુધી કે ઘણી વાર લોકોને પણ ફિટનેસની અમુક ટિપ્સ આપતા રહે છે. પરંતુ કોહલીએ આજે જે સફળતા મેળવી છે તેની પાછળ હાથ રહ્યો છે તેની પત્ની અનુષ્કા શર્માનો. કોહલી પણ ઘણી વાર આ વાત કહી ચૂક્યા છે કે આજે તે જે મુકામ પર છે તેની પાછળ તેમની બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કાનો મહત્વનો હાથ છે. અનુષ્કાનો સાથ મળ્યા બાદ કોહલીનું ક્રિકેટ કરિયર પણ બંદૂકમાંથી નીકળેલી ગોળીની જેમ ચાલવા લાગ્યુ જે દરમિયાન તેમણે ઘણા કારનામા કરી બતાવ્યા. કોહલીએ અનુષ્કા સાથે લગ્ન ઘરનાની મરજીથી નહિ પરંતુ પોતાના નિર્ણયથી કર્યા. બંનેની પ્રેમ કહાની પણ કોઈ ફિલ્મથી કમ નથી. જો કે લગ્ન પહેલા ઘણી વાર બંનેના અફેરના સમાચારો આવતા રહ્યા હતા પરંતુ એ પુષ્ટિ નહોતા કરતા પરંતુ વર્ષ 2014માં એવો સમય આવ્યો જ્યારે બંનેએ કબુલ્યુ કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.

આ રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી
કોહલી અને અનુષ્કાની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. પોતાના સંબંધ માટે ઘણી વાર બંને સમાચારોમાં છવાયેલા રહ્યા. તેમની પહેલી મુલાકાત થઈ હતી તે એક શેમ્પૂની એડ દરમિયાન થઈ હતી. 2013માં એક શેમ્પૂની એડ માટે શૂટિંગ દરમિયાન અનુષ્કા અને વિરાટ મળ્યા હતા. બંનેએ મળીને એડ તૈયાર કર્યુ હતુ. ત્યારબાદ બંનેનો ડેટિંગનો સિલસિલો શરૂ થયો. 2014ના સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન આ અફવાઓને ત્યારે વેગ મળ્યો જ્યારે અનુષ્કા જ્યાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ રોકાઈ હતી એ હોટલમાં જોવા મળી. ત્યારબાદ મુબંઈમાં વિરાટ કોહલી અનુષ્કા શર્માને પોતાની કારમાં ઘરે છોડતા પણ જોવા મળ્યા.

ન્યૂઝીલેન્ડની ગલીઓમાં દેખાયા એકલા
અફેરના સમાચારોએ જોર ત્યારે પકડ્યુ જ્યારે ફેબ્રુઆરી 2014માં બંને ન્યૂઝીલેન્ડની ગલીઓમાં એકબીજાનો હાથ પકડીને એકલા જોવા મળ્યા. બંનેની આ દરમિયાનના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન ભારતીય ટીમ પ્રવાસ પર હતી પરંતુ કોહલી એકલા અનુષ્કા સાથે શહેરમાં ફરતા હતા. ત્યારબાદ જ્યારે અનુષ્કા શ્રીલંકામાં પોતાની ફિલ્મ બોમ્બે વેલ્વેટના શૂટિંગ દરમિયાન ગઈ હતી ત્યારે તે કોહલીને તેમના 26માં જન્મદિવસ પર શુભકામનાઓ આપવા ઉદયપુર આવી હતી.
આ પણ વાંચોઃ ખૂબ જ ગંદી સીરિઝ ‘ગંદી બાત 4'નું ટ્રેલર રિલીઝ, એકલામાં જ જુઓ આ Video

જાહેરમાં આપી હતી ફ્લાઈંગ કિસ
અફવાઓ વધુ ફેલાઈ તો 2014ના અંતમાં તેમણે ઘોષણા કરી દીધી કે તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ દરમિયાન 2014માં જ શ્રીલંકા સામે એક મેચ દરમિયાન જ્યારે વિરાટ કોહલીએ શતક લગાવ્યુ તો દર્શકો વચ્ચે બેઠેલી અનુષ્કા શર્મા તરફ તેમણે ફ્લાઈંગ કિસ આપી હતી. ત્યારથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે વિરાટ કોહલીએ પણ ખુલીને કહ્યુ કે હા અમે કંઈ પણ છૂપાવીશુ નહિ કારણકે અમે સામાન્ય માણસ છીએ અને સામાન્ય માણસની જેમ પોતાના રિલેશન છૂપાવવાની જરૂર નથી. ત્યારબાદ વિરાટ અને અનુષ્કા ઘણી એડમાં પણ દેખાયા. વિરાટ અને અનુષ્કાએ માન્યવરની એક એડમાં પણ સાથે કામ કર્યુ. આ એડ એક લગ્નની થીમ પર આધારિત હતી જેમા બંને એકબીજાને પ્રેમભર્યા વચો આપતા જોવા મળ્યા. તેમની આ એડ ખૂબ વાયરલ થઈ હતી અને લોકોએ તેને ખૂબ પસંદ પણ કરી હતી.

પછી ચૂપચાપ કર્યા લગ્ન
કોહલી અને અનુષ્કા પોતાના સંબંધનો ખુલાસો કર્યા બાદ મીડિયાથી પણ બચવા લાગ્યા. બંનેએ ક્યારે લગ્નનો પ્લાન બનાવી લીધો એની કોઈને ભનક પણ ના લાગી. પછી વર્ષ 2017માં 11 ડિસેમ્બરે બંનેએ ઈટલીમાં જઈને લગ્ન કર્યા. ખાસ વાતએ છે કે તેમના લગ્નમાં માત્ર તેમનો પરિવાર જ શામેલ હતો. લગ્ન માટે 50 ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવાં આવ્યુ હતુ. અહીં એક વ્યક્તિને એક અઠવાડિયુ રોકાવાનો ખર્ચ એક કરોડ રૂપિયા છે. આ હિસાબથી જોઈએ તો વિરાટ-અનુષ્કાના લગ્ન માટે મહેમાનોને રોકવામાં જ 45-5- કરોડનો ખર્ચ થી ગયો. વિરાટ-અનુષ્કાની વેડિંગને ઈન્ડિયન ટચ આપવા માટે શરણાઈ, ઢોલ અને ભાંગડાની પણ વ્યવસ્થા કરવામાં આવી. અનુમાન લગાવવામાં આવ્યુ હતુ કે અનુષ્કા-વિરાટના લગ્નમાં 75-100 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થયો હશે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી થોડી દૂર જોવા મળી રહી છે. તેમની છેલ્લી ફિલ્મ ઝીરો હતી આ ફિલ્મમાં અનુષ્કા શર્મા સાથે કેટરીના કૈફ અને શાહરુખ ખાને મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ફિલ્મો ઉપરાંત તે પોતાના ફોટો અને વીડિયો માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો