વર્લ્ડ કપ પહેલા કોહલીનો વિરાટ ધમાકો, દુનિયાના બદા જ ક્રિકેટર્સને પાછળ છોડ્યા
વર્લ્ડ કપ પહેલા કોહલીનો વિરાટ ધમાકો, દુનિયાના બદા જ ક્રિકેટર્સને પાછળ છોડ્યા
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં યોજાનાર વર્લ્ડ કપ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મોટો ધમાકો કતા દુનિયાના તમામ ક્રિકેટર્સને એક ખાસ મામલામાં પાછળ છોડી દીધા છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયામાં સૌથી વધુ ફેન ફોલોઈંગ ધરાવતા ક્રિકેટર બની ગયા છે. વિરાટ કોહલીના ફેન ફોલોઈંગની સંખ્યા 10 કરોડથી પણ ઉપર પહોંચી ગઈ છે. તેમણે ટ્વીટર, ફેસબુક અને ઈંસ્ટાગ્રામ દ્વારા દુનિયાભરમાં પોતાના ચાહકોની સંખ્યા વધારી છે.

તોડ્યો આ રેકોર્ડ
કોહલીને ફેસબુક પર 3.7 કરોડ, ટ્વીટર પર 2.95 કરોડ અને ઈન્સ્ટાગ્રામ પર 3.7 કરોડ લોકો ફોલો કરે છે. ફુટબોલ અથવા ટેનિસની જેમ કેલોકપ્રિય ન હોવા છતાં ક્રિકેટની દુનિયામાં આટલા મોટા પ્રમાણમાં તેમના ચાહકો હોવા જ એક મોટી વાત છે. પોતાના સોશિયલ મીડિયા પર કોહલી અવારનવાર અનુષ્કા સાથે ટ્રાવેલિંગના ફોટો, બ્રાન્ડ પ્રમોશન, ભારતીય ક્રિકેટ ટીમ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિશે પોસ્ટ કરે છે.

આવી પોસ્ટ કરે છે શેર
આ ઉપરાંત તેઓ સમયે-સમયે ફિટનેસ સાથે જોડાયેલ વીડિયો તથા ટીપ્સ પણ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. ગત વર્ષે કોહલીએ પત્ની અનુષ્કા શર્માની સાથે કરવા ચોથ પર ફોટો પોસ્ટ કરી હતી. જેને આ વર્ષે 2018ની સૌથી વધુ પસંદ કરવામાં આવેલ ફોટો બની ગઈ. આ ફોટોને સવા બે લાખ લાઈક મળી હતી. સાથે જ તેને મોસ્ટ રીટ્વીટેડ ટ્વીટ પણ ગણાવવામાં આવ્યું હતું. આ ટ્વીટને એ વર્ષના ગોલ્ડન ટ્વીટમાં સામેલ કરવામાં આવ્યું હતુ્ં.
|
કરોડો લોકો ફોલો કરે છે
જણાવી દઈએ કે પોર્ટુગલના ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ 167 મિલિયન ફોલોઅર્સ છે. ટ્વિટર પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સૌથી વધુ 7.7 કોડ ફોલોઅર્સ છે. જે બાદ ફુટબોલ ખેલાડી નેમાર જૂનિયરનો નંબર આવે છે. ટ્વિટર પર તેમના 4.3 કરોડ ફોલોઅર્સ છે. જો ફેસબુક ફોલોઅર્સની વાત કરીએ તો રોનાલ્ડોને 12.2 કરોડ લોકો ફોલો કરે છે. જે બાદ 8.9 કરોડ ફોલોઅર્સ સાથે મેસી બીજા નંબરે આવે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય!







Click it and Unblock the Notifications
