For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોહલીએ ડૉન બ્રેડમેનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આ ઉપલબ્ધી ક્યારેય નહિ ભુલાય

કોહલીએ ડૉન બ્રેડમેનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આ ઉપલબ્ધી ક્યારેય નહિ ભુલાય

|
Google Oneindia Gujarati News

રન મશીન વિરાટ કોહલીનું બેટ ફરી જબરદસ્ત ચાલવા લાગ્યું. હવે આફ્રિકી બોલર્સ તેમના બેટનો શિકાર બની રહ્યા છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાઈ રહેલ બીજી ટેસ્ટના બીજા દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ 295 બોલમાં બેવડી શદી ફટકારી દીધી. કોહલીના ટેસ્ટ કરિયરની આ સાતમી બેવી શદી રહી, જે 28 ચોગ્ગાની મદદથી બની. આની સાથે જ તેમણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સર ડૉન બ્રેડમેનનો એ વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો જેને તોડવા માટે મોટા મોટા દિગ્ગજોએ અંતમાં હાર માની લીધી હતી.

આ રેકોર્ડ તોડ્યો

આ રેકોર્ડ તોડ્યો

જણાવી દઈએ કે કોહલીએ જેવો જ 126મી ઓવરની અંતિમ બોલ પર એક રન લીધો તો તેમણે 150 રન પૂરા કરી લીધા. આની સાથે જ કેપ્ટન તરીકે કોહલી ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ વખત 150 કે તેથી વધુ રનની ઈનિંગ રમનાર બેટ્સમેન બની ગયા છે. આ મામલે તેમણે બ્રેડમેનને પણ પાછળ છોડી દીધા છે. ડૉન બ્રેડમેને ઓસ્ટ્રેલિયાની કપ્તાની કરતા 8 વખત 150 કે તેથી વધુ રનની ઈનિંગ રમી હતી. જ્યારે કોહલીએ 9મી વખત આવો કમાલ કરી બતાવ્યો છે.

કોહલીની આ ઉપલબધી ભૂલાય તેમ નથી

કોહલીની આ ઉપલબધી ભૂલાય તેમ નથી

કોહલીની આ ઉપલબ્ધી ક્યારેય ભૂલાય તેમ નથી. બ્રેડમેનના કોઈ વર્લ્ડ રેકોર્ડને તોડવો બહુ મોટી વાત છે, જે કોહલીએ કરી દેખાડ્યું. આ મામલે વિંડીઝના બ્રાયન લારા, શ્રીલંકાના હમલે જયવર્ધને અને સાઉથ આફ્રિકાના કે ગ્રીમ સ્થિથ અને ઓસ્ટ્રેલિયાના માઈકલ ક્લાર્ક પાછળ છે. આ ચારેય કેપ્ટનોએ કેપ્ટન તરીકે 7 વખત 150 કે તેથી વધુ રનની ઈનિંગ રમી છે. આ મામલે હવે કોહલી સૌથી આગળ છે.

10 મહિના બાદ મોટી ઈનિંગ નીકળી

10 મહિના બાદ મોટી ઈનિંગ નીકળી

જણાવી દઈએ કે 10 મહિના બાદ કોહલીના બેટથી ક્રિકેટમાં કોઈ મોટી ઈનિંગ નીકળી છે. કોહલીએ છેલ્લે ગયા વર્ષ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારી હતી. જે તેમના ટેસ્ટ કરિયરની 25મી સદી હતી. સાથે જ કોહી ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે 7મા સ્થાન પર આવી ગયા છે. કોહલીએ પૂર્વ બેટ્સમેન દિલીપ વેંગસરકરને રનના મામલે પાછળ છોડી દીધા છે. વેંસકરે 116 મેચમાં 6868 રન બનાવ્યા હતા, જ્યારે કોહલીએ માત્ર 81 મેચમાં જ તેમને પાછળ છોડી દીધા હતા.

IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબના કોચ બન્યા અનિલ કુંબલેIPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબના કોચ બન્યા અનિલ કુંબલે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
virat kohli breaks record of don bradman in test cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X