For Quick Alerts
For Daily Alerts

મુંબઇ ટેસ્ટમાં કેપ્ટન કોહલીએ ફટકારી ત્રીજી બેવડી સદી
કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઇ ટેસ્ટ મેચમાં ટેસ્ટ કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી છે...
ઇંગ્લેંડની સામે ચોથી ટેસ્ટ દરમિયાન ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એક વાર સાબિત કરી દીધુ છે કે તે ખરેખર શ્રેષ્ઠ છે. તેણે આજે બેટિંગનું શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટેસ્ટ કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જાદુઇ બેટ્સમેને ત્રણે બેવડી સદી આ વર્ષમાં જ ફટકારી છે.
ખાસ વાતો
1 વિરાટ કોહલીએ ટેસ્ટ કેરિયરની પહેલી બેવડી સદી જુલાઇ 2016 માં વેસ્ટ ઇંડીઝની સામે ફટકારી હતી. તે મેચમાં તેણે 200 રન બનાવ્યા હતા.
2 બીજી બેવડી સદી (211 રન) તેણે આ વર્ષે ઓક્ટોબરમાં ઇન્દોરમાં ન્યૂઝીલેંડની સામે ફટકારી હતી.
3 ત્રીજી બેવડી સદી તેણે આજે ઇંગ્લેંડની સામે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ફટકારી છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
virat kohli india england series india england team india test match વિરાટ કોહલી ભારત ઇંગ્લેંડ ટીમ ઇંડિયા
English summary
Virat Kohli notched up his third double century against England at the Wankhede stadium, today.
Story first published: Sunday, December 11, 2016, 12:09 [IST]