For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC ટેસ્ટ રેન્કિંગમાં પહેલું સ્થાન જાળવવામાં કોહલી સફળ

ભારતીય સ્કીપર અને ટીમના કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પહેલું સ્થાન જાળવવામાં સફળ થયા

|
Google Oneindia Gujarati News

ભારતીય સ્કીપર અને ટીમના કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પહેલું સ્થાન જાળવવામાં સફળ થયા. ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં ટેસ્ટ કરિયરમાં 937 પોઈન્ટ સાથે વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ 60 રને હારી હતી ત્યારે પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડ 3-1થી આગળ છે.

ટેસ્ટ રેન્કિંગમાં કોહલી પહેલા સ્થાને

ટેસ્ટ રેન્કિંગમાં કોહલી પહેલા સ્થાને

ચોથી ટેસ્ટ મેચની બે ઈનિંગમાં વિરાટ કોહલીએ અનુક્રમે 46 અને 58 રન ફટકાર્યા હતા જેની મદદથી તેઓ પહેલું સ્થાન જાળવી શક્યા. પોતાની આઠ ઈનિંગની સિરીઝમાં કોહલીએ 544 રન ફટકાર્યા છે. આઈસીસીએ જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં આ સિદ્ધિ કુમાર સાંગાકારા, ક્લાઈડ વાલ્કોટ, વિવિયન રિચર્ડ્સ, ગેરી સોબર્સ અને વિરાટ કોહલી જ હાંસલ કરી શક્યા છે.

પૂજારાના રેન્કિંગમાં પમ સુધારો

પૂજારાના રેન્કિંગમાં પમ સુધારો

ચેતેશ્વર પૂજારા છઠ્ઠા સ્થાને રહ્યો છે પરંતુ તેના 132 રનની મદદથી પહેલી ઈનિંગમાં ભારતને લીડ મળી શકી હતી. આ ઈનિંગ બાદ પૂજારાના પોઈન્ટ 763થી વધીને 798 થઈ ગયા છે. 6 વિકેટ ઝડપનાર મોહમ્મદ શમી બોલર્સના 20મા સ્થાને રહ્યો છે જ્યારે 4 વિકેટ સાથે ઈશાંત શર્મા એક 25મા સ્થાને પહોંચી ગયો છે.

સેમ કુર્રને લગાવી છલાંગ

સેમ કુર્રને લગાવી છલાંગ

પોતાના ટેસ્ટ કરિયરમાં જસપ્રિત બુમરાહે મજબૂત શરૂઆત યથાવત રાખી છે, 487 પોઈન્ટ સાથે બુમરાહ 37મું સ્થાન મેળવી લીધું છે. જ્યારે ઈંગ્લેન્ડના ઓલ રાઉન્ડર સેમ કુરને ઝડપી પ્રગતિ સાધી છે અને સાઉથમ્પ્ટન ટેસ્ટ બાદ મોઈન અલિના રેન્કમાં પણ સુધારો આવ્યો છે. સેમ કુર્રન 43મા સ્થાનેથી સીધો 29મા સ્થાને પહોંચી ગયો છે. તેણે ચોથી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં 78 અને બીજી ઈનિંગમાં 46 રન ફટકાર્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Indian skipper Virat Kohli retained his number one spot in the latest International Cricket Council (ICC) Test batsmen rankings with a career-high 937 rating points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X