For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુષ્મા સ્વરાજના નિધન પર ભાવુક થયા વિરાટ કોહલી, દુખ જતાવતા કર્યું ટ્વીટ

સુષ્મા સ્વરાજના નિધન પર ભાવુક થયા વિરાટ કોહલી, દુખ જતાવતા કર્યું ટ્વીટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વિદેશ મંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે 67 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. હાર્ટ અટેક આવતા મંગળવારે રાત્ર 9.35 વાગ્યે તેમને દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. નાજુક તબિયત હોય રાત્રે 11 વાગ્યે તેમનું નિધન થઈ ગયું. તેમના પરિવારમાં તેમના પતિ સ્વરાજ કૌશલ અને દીકરી બાંસૂરી છે.

virat kohli

જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ લાંબા સમયથી બીમાર હતાં અને તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયું હતું. જેને પગલે પાછલા કેટલાક સમયથી તેઓ સોશિયલ મીડિયા પર તેમના નિધનના અહેવાલ વહેતા થઈ ગયા હતા. જો કે દરેક વખતે તેમણે ટ્વીટર દ્વારા પોતાની શાનદાર હાજરીનો જવાબ આપ્યો. પરંતુ આ વખતે તેઓ જિંદગીની જંગ હારી ગયાં. જણાવી દઈએ કે બીમારીને કારણે તેમણે લોકસભાની 2019ની ચૂંટણી નહોતી લડી.

ભારતીય રાજનીતિમાં બેજોડ મહિલા ચેહરો મનાતાં સુષ્મા સ્વરાજના નિધને દેસને સ્તબ્ધ કરી દીધો છે. તેમના નિધનનો ગમ પક્ષ અને વિપક્ષમાં પણ મહેસૂસ કરવામાં આવી શકે છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ સુષ્મા સ્વરાજના નિધન પર પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર પોતાના દુખને પ્રકટ કરતા લખ્યું- સુષ્માજીના નિધનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે, તેમની આત્માને શાંતિ મળે.

kohli

જણાવી દઈએ કે વિરાટ કોહલી હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે. આ પ્રવાસ પર ભારતે શાનદાર શરૂઆત કરી છે અને ત્રણ મેચમાં ટી20 સિરીઝમાં વેસ્ટઈન્ડિઝના સુપડાં સાફ કરી દીધાં છે. હવે ભારતને ત્રણ મેચની વડને સિરીઝની સાથે પોતાનું આગલું અભિયાન શરૂ કરવાનું રહેશે. આ સીરિઝની પહેલી મેચ ગયાનામાં રમવામાં આવસે.

સુષ્મા સ્વરાજ અલવિદા: ચાલો તમને આ કુશળ નેતાની રાજનૈતિક સફરે લઈ જઈએ સુષ્મા સ્વરાજ અલવિદા: ચાલો તમને આ કુશળ નેતાની રાજનૈતિક સફરે લઈ જઈએ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
virat kohli's sad message on death of sushma swaraj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X