'કોહલી મારા પર મેચમાં થૂક્યો અને પછી પૂછ્યુ - મારી સાથે ડ્રિંક કરીશ', પૂર્વ કેપ્ટનનો સનસનીખેજ ખુલાસો
Dean Elgar On Virat Kohli: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચનો ભાગ નથી. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી ટેસ્ટ મેચ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા જેવા મેચ વિનિંગ ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ડીન એલ્ગરે વિરાટ કોહલી વિશે મોટો ખુલાસો કર્યો છે. ડીન એલ્ગરે દાવો કર્યો હતો કે મેચ દરમિયાન વિરાટ કોહલી તેના પર થૂંક્યો હતો.

આ પછી, એબી ડી વિલિયર્સની વિનંતી પર, કોહલીએ 2 વર્ષ પછી આ માટે તેની માફી માંગી. તે વિરાટ કોહલીના વલણથી ખૂબ જ નિરાશ હતો.ડીન એલ્ગરે તાજેતરમાં જ તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ ભારત સામે રમી હતી. ડિસેમ્બરમાં, દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ભારતીય ટીમ સામે ટેસ્ટ ક્રિકેટની તેની છેલ્લી મેચ રમી હતી અને તે પછી તેણે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ભારત સામેની આ મેચમાં દક્ષિણ આફ્રિકાને મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડીન એલ્ગર આ મેચની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. 'બેંટર વિથ ધ બોયઝ' પોડકાસ્ટ શોમાં ડીન એલ્ગરે વિરાટ કોહલી વિશે કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. ભારતીય પીચ પર રમાયેલી મેચને યાદ કરતાં તેણે કહ્યું કે તે પીચ કોઈ મજાકથી કમ નહોતી. જ્યારે હું બેટિંગ કરવા આવ્યો ત્યારે એવું લાગ્યું કે હું જાડેજાના બોલથી મારી જાતને બચાવી રહ્યો છું અને આ દરમિયાન કોહલી મારા પર થૂંક્યો હતો.
ડીન એલ્ગરે કહ્યું કે, રૉયલ ચેલેન્જર બેંગ્લોરમાં લાંબા સમય સુધી વિરાટ કોહલી સાથે રમનાર એબી ડી વિલિયર્સના કહેવાથી કોહલીએ તેની માફી માંગી હતી. ડીન એલ્ગરે કહ્યું કે જ્યારે કોહલી સાઉથ આફ્રિકામાં મેચ રમવા આવ્યો ત્યારે તેણે મને એક બાજુ બોલાવ્યો અને પૂછ્યું કે શું આપણે સીરીઝના અંતે ડ્રિંક માટે જઈ શકીએ? ડીન એલ્ગરના કહેવા પ્રમાણે કોહલીએ કહ્યું, હું મારી હરકત માટે માફી માંગવા માંગુ છું.
આ પછી અમે સાથે ડ્રિંક કરવા નીકળ્યા અને સવારે લગભગ 3 વાગ્યા સુધી અમે સાથે હતા. આ તે સમયની વાત છે જ્યારે વિરાટ કોહલી ડ્રિંક કર્યા કરતો હતો. વિરાટ કોહલી હવે ઘણો બદલાઈ ગયો છે.












Click it and Unblock the Notifications
