For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની અપીલ છતાં વિરાટ કોહલી વોટ નહીં કરે

ભારતમાં લોકસભા ચૂંટણી 2019 મતદાન શરુ થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા ટીમ ઇન્ડિયાના ત્રણ ખેલાડીઓ માટે મત આપવા માટે ખાસ અપીલ કરી હતી.

|
Google Oneindia Gujarati News

ભારતમાં લોકસભા ચૂંટણી 2019 મતદાન શરુ થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા ટીમ ઇન્ડિયાના ત્રણ ખેલાડીઓ માટે મત આપવા માટે ખાસ અપીલ કરી હતી. ટીમ ઇન્ડિયાનો આ ત્રણેય - વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા છે. પરંતુ મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી લોકસભા ચૂંટણીઓમાં આ વખતે મતદાન કરી શકશે નહીં.

Virat Kohli

વિરાટ કોહલી મૂળ રૂપે દિલ્હીના નિવાસી છે પરંતુ બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા પછી તેને મુંબઈને પોતાનું ઘર બનાવ્યું છે. અનુષ્કા શર્મા મુંબઈથી જ પોતાનો વોટ આપે છે, એટલા માટે વિરાટ કોહલી પણ મુંબઈથી વોટ આપવા માટે ઇચ્છતા હતા. આ માટે, તેણે ઑનલાઇન પ્રક્રિયા હેઠળ અરજી કરી હતી, પરંતુ ત્યાં સુધી અરજી કરવાની સમયસીમા નીકળી ગઈ હતી.

મતદાર આઈડી માટેની અરજી માટેની છેલ્લી તારીખ 30 માર્ચ હતી પરંતુ વિરાટ કોહલી ત્યાં સુધીમાં આ કામ કરી ના શક્યા. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદીની અંગત અપીલ પછી, કોહલીએ ચૂંટણી પંચને ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો જેથી મતદાર સૂચિમાં તેમનું નામ નોંધવામાં આવી શકે. કમિશનરે કોહલીને કહ્યું હતું કે તમે પહેલેથી જ સમય મર્યાદા ચૂકી ગયા છો.

આપને જણાવી દઈએ કે વિરાટ કોહલી હાલમાં આઇપીએલ 12 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમે છે. સતત 6 મૅચ ગુમાવનાર ટીમ, છેલ્લા પાંચ મેચમાંથી ચાર જીતી ગઈ છે અને તેમને છેલ્લે ઘણો જુસ્સો બતાવ્યો છે. આજે, 28 એપ્રિલે, આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ફિરોઝ શાહ કોટલામાં રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohli will not be able to vote despite the personal appeal from pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X