BGT 2024-25માં યશસ્વી જ્યસ્વાલનું જોરદાર પર્ફોમન્સ, ટૉપ-6 બેસ્ટમેનોમાં વિરાટ કોહલીનું નામ પણ નહીં
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 સમાપ્ત થઈ ગઈ છે, જે ટીમ ઈન્ડિયા માટે સંપૂર્ણપણે નિરાશાજનક હતી, જેમાં ઓસ્ટ્રેલિયા 3-1થી જીત્યું હતું.
આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર છ ખેલાડીઓમાંથી ચાર ભારતીય ખેલાડીઓ છે. જોકે, ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી.
વિરાટ કોહલીનું નિરાશજનક પર્ફોમન્સ
વિરાટ કોહલી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પડકારજનક રહ્યો હતો. તે પાંચ ટેસ્ટ મેચની નવ ઇનિંગ્સમાં માત્ર 190 રન જ બનાવી શક્યો હતો. તેની એવરેજ 25.77 હતી, જે તેને એકંદરે નવમા સ્થાને રાખી હતી. તેના પ્રયત્નો છતાં, તે માત્ર એક જ સદી કરી શક્યો અને પાંચ વખત સિંગલ ડિજિટ સ્કોર પર આઉટ થયો.
ટ્રેવિસ હેડના નામે સૌથી વધુ રન
પાંચ ટેસ્ટ મેચની સીરીઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ટ્રેવિસ હેડના નામે હતો, જેણે 56.00ની એવરેજથી 448 રન બનાવ્યા હતા. હેડે એક સદી અને એક અડધી સદી સાથે આ સિદ્ધિ પોતાના નામે કરી હતી.
યશસ્વી જયસ્વાલ બીજા સ્થાને
યશસ્વી જયસ્વાલ ભારત માટે એક ઉત્કૃષ્ટ પર્ફોર્મર તરીકે ઉભરી શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં બીજા સ્થાને રહ્યો. સમગ્ર મેચ દરમિયાન તેનું સતત સારું પ્રદર્શન ભારત માટે મહત્વનું હતું. ભારતના ઓપનિંગ બેટ્સમેને પાંચ ટેસ્ટમાં એક સદી અને બે અડધી સદી સાથે 43.44ની સરેરાશથી 391 રન બનાવ્યા હતા.

સ્ટીમ સ્ટીવ ત્રીજા સ્થાને
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્ટીવ સ્મિથનું નામ ત્રીજા સ્થાને છે. સ્મિથે 34.88ની એવરેજથી 314 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન સ્મિથે શ્રેણી દરમિયાન બે સદી ફટકારી હતી. તે શ્રેણીમાં ચાર વખત ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો.
નીતિશ કુમાર ચોથા સ્થાને
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ પાંચ મેચની શ્રેણીમાં 37.25ની એવરેજથી 298 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સદી પોતાના નામે કરી હતી.
કેએલ રાહુલ પાંચમા સ્થાને
ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 276 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 30.66 હતી. રાહુલે બે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
રિષભ પંત છઠ્ઠા સ્થાને
આ યાદીમાં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત છઠ્ઠા સ્થાને છે. પંતે પાંચ મેચની શ્રેણીમાં 28.33ની એવરેજથી 255 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે અડધી સદી પોતાના નામે કરી હતી.












Click it and Unblock the Notifications
