આઇસીસી રેંકિંગમાં નીચે ગબડ્યા કોહલી અને ધોની
મેલબર્ન, 2 માર્ચ: ભલે આ સમયે ટીમ ઇન્ડિયા તોફાની રમત રમી રહી હોય પરંતુ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વાઇસ કેપ્ટન વિરાટ કોહલીની આઇસીસી વનડે રેંકિંગમાં ઘટાડો નોંધાયો છે. કોહલી પોતાની હાલની પોઝિશનથી એક ક્રમ નીચે ખસકીને ચોથા અને ધોની બે ક્રમ નીચે ખસકીને દસમાં સ્થાન પર આવી ગયા છે, જ્યારે ટીમ ઇન્ડિયાના ગબ્બર સિંહ શિખર ધવન પોતાની પોઝિશન નંબર 7 પર જેમના તેમ બનેલા છે.

હાલમાં ટીમ ઇન્ડિયાની રેંકિંગ વિશ્વકપની મેચોના આધાર પર આપવામાં આવી છે, હાલમાં તેના પૂલ મેચ બાકી છે. એટલા માટે રેંકિંગમાં હજી ઘણો સુધાર થઇ શકે છે. ભારતની હવે પછીની મેચ વેસ્ટઇન્ડિઝની સામે 6 માર્ચના રોજ એટલે કે હોળીના દિવસે છે.












Click it and Unblock the Notifications
