પાક પત્રકારે ટીમ ઇંડિયાને કહ્યો ‘ઘરનો વાઘ’, મળ્યો તગડો જવાબ

Subscribe to Oneindia News

આટલી બધી ટીકાઓ છતાં પાકિસ્તાન પોતાની હરકતો છોડતુ જ નથી. રાજકારણ હોય કે રમત તે ભારત પર કટાક્ષ કરાવનો કોઇ મોકો છોડતુ નથી પરંતુ દરેક વખતે તેના વળતા પાણી થયા છે.

pak journalist

મંગળવારે પણ આવુ જ થયુ, ભારતે ઇંગ્લેંડને ટેસ્ટ સીરિઝમાં 4-0 થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. આખુ ભારત પોતાના ખેલાડીઓની આ જીતથી ઝૂમી રહ્યુ હતુ. તે દરમિયાન પાકિસ્તાનના જાણીતા પત્રકાર ઉમર કુરેશીને આ વાત હજમ ના થઇ અને તેણે કટાક્ષ કરતા ટ્વીટ કર્યુ કે ભારતે ઘરમાં જ ઇંગ્લેંડને 4-0 થી હરાવી દીધુ - આહ ! ઘરનો વાઘ, બહાર સસલુ, આ જ છે ટીમ ઇંડિયા.

ત્યારબાદ તેણે એક બીજા ટ્વીટમાં લખ્યુ કે ઇંગ્લેંડની સામે 4-0 થી સીરિઝ જીતવા પર મીડિયા ઉન્માદિત છે. તે ભૂલી ગયા છે કે આ ઘરની સીરિઝ છે. કે જે Zzz જેવી છે.

હવે સ્વાભાવિક છે કે તેણે એવી વાત ટ્વીટ કરી અને તે પણ એવા દેશ વિશે જેમ-તેમ લખ્યુ જ્યાં ક્રિકેટ એક રમત નહિ પરંતુ ધર્મ છે. તો જવાબ તો તેને મળવાનો જ હતો. તે મળી ગયો. યુઝર્સે કુરેશીને એવા આકરા જવાબો આપ્યા કે જે વાંચ્યા બાદ લાગે છે કે હવે કુરેશી ભારત પર ટીપ્પણી કરતા પહેલા ઓછામાં ઓછુ સો વાર તો વિચારશે જ.

લોકોએ કુરેશીને લખ્યુ કે એક પાકિસ્તાનીને શું ખબર કે પોતાના ઘરમાં સીરિઝ જીતવુ શું હોય છે? ઉલ્લેખનીય છે કે આતંકવાદને કારણે ઘણા વર્ષોથી તેમને ત્યાં વિદેશી ટીમો પ્રવાસ કરતી નથી. વળી એક યુઝરે તો એમ પણ લખ્યુ કે એક પાકિસ્તાનીને ઘરેલૂ સીરિઝ વિશે વાત કરવી એટલે કોઇ ટકલાને કાંસકા વિશે કહેવુ.

English summary
When India won the Test series against England, we had Pakistani journalist Omar R Quraishi who couldn’t help but take a dig at the celebrations.
Please Wait while comments are loading...