For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કયા ખેલાડી પાસે છે સૌથી સ્માર્ટ ક્રિકેટ બ્રેઈન, પોલાર્ડે જણાવ્યુ કોણ ફટકારશે બેવડી સદી

કાયરન પોલાર્ડે એક ઈન્ટરવ્યુ આપ્યો છે જેમાં તેમણે ક્રિકેટમાં સૌથી સ્માર્ટ બ્રેન રાખનાર ખેલાડીથી લઈને ટી20માં પહેલી બેવડી સદી ફટકારી શકનાર ખેલાડી વિશે જણાવ્યુ.

|
Google Oneindia Gujarati News

વિશ્વકપ બાદ સતત મેદાનથી દૂર ચાલી રહેલ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બોલર મહેન્દ્ર સિંહ ધોનીના દીવાનાની લાઈન મેદાનની બહાર અને મેદાનની અંદર જોવા મળી રહી છે. તેમના ચાહકોમાં માત્ર દુનિયાભરના ફેન્સ છે એટલુ જ નહિ પરંતુ ઘણા ક્રિકેટર પણ શામેલ છે. ધોનીના દીવાના ક્રિકેટરોની વાત કરીએ તો આમાં વેસ્ટઈન્ડિઝના કેપ્ટન કાયરલ પોલાર્ડ પણ શામેલ છે. આને ધ્યાનમાં રાખીને કાયરન પોલાર્ડે એક ઈન્ટરવ્યુ આપ્યો છે જેમાં તેમણે ક્રિકેટમાં સૌથી સ્માર્ટ બ્રેન રાખનાર ખેલાડીથી લઈને ટી20માં પહેલી બેવડી સદી ફટકારી શકનાર ખેલાડી વિશે જણાવ્યુ.

ઈન્ટરવ્યુ આપ્યો

ઈન્ટરવ્યુ આપ્યો

ચેન્નઈમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પહેલી વનડે મેચમાં કેરેબિયાઈ ટીમે વિરાટ સેના પર 8 વિકેટથી જીત મેળવી. આ દરમિયાન તેમણે ઈએસપીએન ક્રિકઈંફો સાથે ઈન્ટરવ્યુ આપ્યો જેનો વીડિયો વેબસાઈટે શેર કર્યો.

આ ખેલાડી પાસે દુનિયાનુ સૌથી સ્માર્ટ ક્રિકેટ બ્રેન

આ ખેલાડી પાસે દુનિયાનુ સૌથી સ્માર્ટ ક્રિકેટ બ્રેન

આ વીડિયોમાં જ્યારે કેપ્ટન કાયરન પોલાર્ને પૂછવામાં આવ્યુ કે દુનિયામાં કયો ક્રિકેટર છે જેની પાસે સૌથી સ્માર્ટ ક્રિકેટ દિમાગ છે તો તેમણે પહેલા નંબર પર મહેન્દ્ર સિંહ ધોની અને બીજા નંબરે શ્રીલંકાના મહેલા જયવર્ધનેનુ નામ લીધુ. ક્રિકેટ વેબસાઈટ ઈએસપીએન ક્રિકઈંફોએ એક વીડિયો શેર કર્યો જેમાં તેમને પૂછવમાં આવ્યુ કે એ ક્રિકેટરનુ નામ જણાવો જે સૌથી સ્માર્ટ ક્રિકેટ બ્રેન ધરાવે છે. આના જવાબમાં 68ટી20 આંતરરાષ્ટ્રીય મેચરમી ચૂકેલા કાયરન પોલાર્ડે કહ્યુ કે મારા માટે ભારતના મહેન્દ્ર સિંહ ધોની અને શ્રીલંકાના મહેલા જયવર્ધને એવા ખેલાડી છે જે સૌથી સ્માર્ટ ક્રિકેટબ્રેન ધરાવે છે.

આ પણ વાંચોઃ IPL Auction 2020: હરાજી પહેલા કોહલીએ ફેન્સને આપ્યો ખાસ મેસેજ, જાણો શું કહ્યુંઆ પણ વાંચોઃ IPL Auction 2020: હરાજી પહેલા કોહલીએ ફેન્સને આપ્યો ખાસ મેસેજ, જાણો શું કહ્યું

આ ખેલાડી ટી20માં ફટકારી શકે છે પહેલી બેવડી સદી

આ ખેલાડી ટી20માં ફટકારી શકે છે પહેલી બેવડી સદી

વળી, આ વીડિયોમાં તેમને એ પણ પૂછવામાં આવ્યુ કે વેસ્ટઈન્ડીઝ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે કઈ ટીમ તેમની ફેવરીટ છે જેના જવાબમાં પોલાર્ડે ભારતનુ નામ લીધુ. જ્યારે ટી20માં પહેલી બેવડી સદી લગાવનાર ખેલાડી વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે વેસ્ટઈન્ડીઝના ધૂરંધર ખેલાડી અને યુનિવર્સલ બૉસ ક્રિસ ગેલનુ નામ લીધુ. આ વીડિયોમાં જ્યારે કાયરન પોલાર્ડને બોલર સાથે ટક્કર લાગવાનો સવાલ કરામાં આવ્યો તો તેમણે કહ્યુ કે આવી સ્થિતિમાં આગળ નીકળી જઈશ અને ઈચ્છીશ કે તેના પર ધ્યાન જ ના આપુ.

કયા મેદાન પર છક્કો લગાવવો છે સૌથી મુશ્કેલ

કયા મેદાન પર છક્કો લગાવવો છે સૌથી મુશ્કેલ

કાયરન પોલાર્ડે જણાવ્યુ કે બાળકો વચ્ચે સૌથી જાણીતા કેરેબિયાઈ ખેલાડીની વાત કરીએ તે ઈવેન બ્રાવો છે. જ્યારે સૌથી ફેવરિટ સબ્જેક્ટની વાત કરવામાં આવી જેમાં તે પીએચડી કરવા ઈચ્છે તો તેમણે જણાવ્યુ કે તે સાઈકોલોજી હશે કારણકે તેમને લોકોના દિમાગ વાંચવા ખૂબ ગમે છે. આ સાથે તેમને જ્યારે પૂછવામાં આવ્યુ કે કઈ વસ્તુ છે જે લોકો તેમનામાં સૌથી વધુપસંદ કરે છે તો પોલાર્ડે પોતાના લાંબા છક્કા લગાવવાની ક્ષમતાને જણાવી. વળી તેમણે એ પણ જણાવ્યુ કે દુનિયામાં જો કોઈ મેદાન પર છક્કો લગાવવો સૌથી મુશ્કેલ કામ હોય તો એ છે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનનુ ગાબા સ્ટેડિયમ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
which cricketer has smartst brain kieron pollard answered ms dhoni,mehale, jayabvardhane
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X