કોણ છે આઈપીએલની મોસ્ટ પોપ્યુલર મિસ્ટ્રી ગર્લ કાવ્યા મારન? જાણો કેમ ફરીથી વાયરલ થઈ રહી છે?
દરેક આઈપીએલ સિઝનમાં એક મિસ્ટ્રી ગર્લની ખુબ ચર્ચા થાય છે. આ મિસ્ટ્રી ગર્લ બીજુ કોઈ નહીં સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન છે. હવે ફરીથી તે વાયરલ થઈ રહી છે.
તમે કાવ્યા મારનને ઘણી વખત નારંગી રંગનો ડ્રેસ પહેરેલી જોઈ હશે. તે ઘણીવાર પોતાની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી જોવા મળે છે.

હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મુંબઈ ઈન્ડિયન્સ સામેની રોમાંચક જીત બાદ સ્ટેડિયમમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. કાવ્યા માત્ર ક્રિકેટ પ્રેમી જ નહીં પણ એક સારી સ્કોલર પણ છે.
કાવ્યા મારન CEO અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની માલકિન છે. કાવ્યાનો જન્મ 6 ઓગસ્ટ 1992ના રોજ ચેન્નાઈમાં એક સમૃદ્ધ બિઝનેસ ફેમિલીમાં થયો છે. તેના પિતા કલાનિતિ મારન સન ગ્રુપના ચેરમેન અને સ્થાપક છે.
ચેન્નાઈમાં શાળામાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે ચેન્નાઈની સ્ટીલ સ્ટેલા મેરિસ કોલેજમાં જોડાઈ અને કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. આ પછી કાવ્યા તેના વધુ અભ્યાસ માટે બ્રિટન ગઈ. ત્યાં તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટી સાથે સંલગ્ન લિયોનાર્ડ એન. સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે.
અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણી ભારત પરત આવી અને તેના પારિવારિક વ્યવસાય સન ટીવી નેટવર્ક સાથે જોડાઈ. કાવ્યા મારનને 2019માં સન ટીવી નેટવર્કની ડિરેક્ટર પેનલમાં સામેલ કરવામાં આવી હતી.
કાવ્યા મારનને ક્રિકેટમાં ઊંડો રસ છે. IPLમાં ખેલાડીઓની હરાજીમાં જે રીતે તે બોલી લગાવતી જોવા મળે છે તે દર્શાવે છે કે તે ટીમ માટે ખેલાડીઓની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કાવ્યા મારનનો પરિવાર માત્ર બિઝનેસ સાથે સંબંધિત નથી, તેના પરિવાર પર રાજકીય પ્રભાવ પણ છે. કાવ્યાના દાદા મુરાસોલી મારન ભૂતપૂર્વ કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન હતા અને તેમના કાકા દયાનિધિ મારન કેન્દ્રીય પ્રધાન હતા. રિપોર્ટ અનુસાર, કાવ્યાની અંદાજિત કુલ સંપત્તિ 409 કરોડ રૂપિયા છે.












Click it and Unblock the Notifications
