સાઉથ આફ્રિકાની જીત બાદ કેશવ મહારાજ હિન્દુ હોવાની ચર્ચા કેમ થઈ રહી છે? જાણો શું છે પુરી ચર્ચા?
પાકિસ્તાનને શરમજનક હાર આપ્યા બાદ દક્ષિણ આફ્રિકન ખેલાડી કેશવ મહારાજની ખુબ ચર્ચા થઈ રહી છે. છેલ્લી વિકેટે પાકિસ્તાનના હાથમાંથી મેચ છીનવી લેનારા કેશવ મહારાજના હિન્દુ હોવાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.
વર્લ્ડ કપની 26મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું છે. ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજે વિનિંગ શોટમાં ફોર ફટકારીને મેચ જીતી અપાવી હતી.

પાકિસ્તાન સામે વિનિંગ ફોર ફટકાર્યા બાદ કેશવ મહારાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ લોકો તેના હિંદુ હોવાની વાત કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, કેશવ મહારાજ ભારતીય મૂળનો છે અને તેનું પૂરું નામ કેશવ આત્માનંદ મહારાજ છે. કેશવ મહારાજ હિંદુ છે અને હિંદુ ધાર્મિક વિધિઓ અને પૂજામાં માને છે. કેશવ મહારાજ લેફ્ટ આર્મ સ્પિન બોલર છે.
જીત બાદ કેશવ મહારાજે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, મને ભગવાનમાં વિશ્વાસ છે. છોકરાઓએ શું પરિણામ આપ્યું છે? તબરેઝ શમ્સી અને એડન માર્કરામનું પ્રદર્શન જોવું ખૂબ જ સારું હતું. જય શ્રી હનુમાન.
કેશવ મહારાજની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે કે, હાથથી મેચ જીતવાનું કામ માત્ર હનુમાન ભક્ત જ કરી શકે છે.
27 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાયેલી આ મેચ મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રહી હતી. સાઉથ આફ્રિકાને જીતવા માટે 11 રનની જરૂર હતી ત્યારે હરિસ રઉફે પોતાના જ બોલ પર એનડિગીનો કેચ લઈને મેચ પાકિસ્તાનની પકડમાં લીધી હતી.
આ સમયે એવું લાગી રહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાથી જીત સરકી રહી હતી ત્યારે કેશવ મહારાજ અને તબરેઝ શમ્સી વચ્ચેની ભાગીદારી કામમાં આવી. કેશવ મહારાજે ચોગ્ગો ફટકારીને મેચ જીતાડી દીધી.
જણાવી દઈએ કે, કેશવ મહારાજ હિન્દુ ધર્મમાં વિશ્વાસ રાખે છે અને ઘણી વખત મંદિરમાં જાય છે. તે વર્લ્ડ કપ રમવા ભારત આવ્યો તે પછી પણ મંદિરોમાં જોવા મળ્યો છે.












Click it and Unblock the Notifications
