WI vs IND 1st T20: પહેલી ટી20માં ઇતિહાસ રચવા મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ, બનાવશે આ મોટો રેકોર્ડ
WI vs IND 1st T20: ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ પાંચ ટી20 મેચની સિરીઝની પહેલી મેચ ત્રિનિદાદમાં રમાશે. ટીમ ઇન્ડિયા આ મેચ જીતી સિરીઝ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. ભારત અને વેસ્ટી ઇન્ડિઝની આ મેચમાં ભારતીય ટીમ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવા જઇ રહી છે.
ટીમ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 T20 મેચ રમનારી બીજી ટીમ બની જશે. આ રીતે ભારતના નામે એક મોટો રેકોર્ડ બની જશે. પડોશી દેશ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત કરતાં વધુ ટી-20 મેચ રમી છે. આ મામલે પાકિસ્તાનની ટીમ ટોપ પર છે.

પાકિસ્તાની ટીમે T20 ક્રિકેટમાં કુલ 223 મેચ રમી છે. ભારતીય ટીમ 200 કે, તેથી વધુ મેચ રમનારી બીજી ટીમ બનવા જઈ રહી છે. પાકિસ્તાની ટીમે વર્ષ 2009માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા 2007માં ભારત સાથે ફાઈનલ પણ પાકિસ્તાનની ટીમ રમી હતી.
ન્યૂઝીલેન્ડની ટીમ સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાના મામલે ત્રીજા નંબર પર છે. કિવી ટીમે કુલ 193 મેચ રમી છે. શ્રીલંકાની ટીમ 179 મેચ સાથે ચોથા નંબર પર છે. વેસ્ટ ઈન્ડિઝે પણ એટલી જ મેચ રમી છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા છઠ્ઠા નંબર પર છે અને ઈંગ્લેન્ડની ટીમ સાતમા નંબર પર છે. ઈંગ્લેન્ડમાં ટી20 ક્રિકેટ ઘણું છે, પરંતુ ટીમ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણી મેચ રમી નથી.
ટીમ ઈન્ડિયાએ 199 મેચ રમીને 127 મેચ જીતી છે. આ સિવાય 63 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાંચ મેચ એવી છે, જેમાં કોઈ પરિણામ આવ્યું નથી. આ સિવાય ભારતીય ટીમે ત્રણ મેચ સુપર ઓવર અથવા બોલ આઉટથી જીતી છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ મેચ ત્રિનિદાદની બ્રાયન લારા એકેડમીમાં રમાશે. ટીમ ઈન્ડિયા આમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે. વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારું રહ્યું હતું. આનાથી તેમનો ઉત્સાહ વધારે જોવા મળશે.












Click it and Unblock the Notifications
