WI vs IND 3rd T20I : ભારતીય ટીમમાં કરાશે બે ફેરફાર, જાણો પ્લેઇંગ ઇલેવન

WI vs IND 3rd T20I : ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ત્રીજી ટી20 આજે રમાશે. ભારતીય ટીમ આ પહેલા બે મેચ હારી ચૂકી છે. જો આ મેચ હારે તો ભારત સિરીઝ પણ હારી જશે. પાંચ ટી20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝ 2-0થી આગળ છે. આજે ભારત સિરીઝ બચાવવા માટે મેદાનમાં ઉતરશે.

આવી સ્થિતિમાં ત્રીજી T20માં ભારતીય XIમાં ફેરફારની શક્યતા છે. પહેલો ફેરફાર એ છે કે, અક્ષર પટેલની જગ્યાએ કુલદીપ યાદવને XIમાં સામેલ કરી શકાય છે. બીજી T20માં હાર્દિક પટેલને બોલિંગ કરાવી ન હતો. એવી આશા છે કે, કુલદીપ અને ચહલ આજની મેચમાં સાથે રમતા જોવા મળશે.

WI vs IND 3rd T20I

યશસ્વી જયસ્વાલ - આજે યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે તેવી આશા છે, પરંતુ જયસ્વાલ કોની જગ્યાએ ઇલેવનમાં જોડાશે તે મુંઝવણ ઉભી કરી રહી છે. વાસ્તવમાં ઈશાન કિશન અને સંજુ સેમસન સિવાય સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી ટી20 સિરીઝમાં સારી રમત દેખાડી નથી. આવી સ્થિતિમાં જોવાનું રહેશે કે જો જયસ્વાલ આજે રમે છે, તો બહાર કોને બેસાડવામાં આવશે. જે કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, સેમસનને બહાર બેસાડવામાં આવશે.

આ સિવાય પરિવર્તનની શક્યતાઓ નહીંવત છે. ભારતીય બોલર્સે અત્યાર સુધી સારી રમત બતાવી છે. આજની મેચમાં માત્ર બેટ્સમેનોએ જ અજાયબીઓ કરવા પડશે. ચાહકો અને ક્રિકેટ પંડિતો હવે શુભમન ગિલ પાસેથી ધમાકેદાર અપેક્ષા રાખતા હશે. આ T20-સિરીઝમાં ગિલનું બેટ શાંત છે. જેના કારણે ભારતીય ટીમને સિરીઝમાં ચોક્કસપણે ઝટકો લાગ્યો છે.

અત્રે નોંધનીય છે કે, ટી20 સિરીઝમાં ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો છે. આવી સ્થિતિમાં ત્રીજી T20 જીતવા માટે ભારતીય બેટ્સમેનોએ પોતાની શ્રેષ્ઠ રમત બતાવવી પડશે. આ વર્ષે ODI વર્લ્ડ કપ પર ફોકસ હોવાથી ગિલ, ઈશાન અને સૂર્યકુમારે 31 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ પહેલા રન બનાવવા પડશે.

સંભવિત ભારતીય XI - શુભમન ગિલ, ઈશાન કિશન (wk), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), સંજુ સેમસન/યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર

વર્તમાન ભારતીય ટીમ : હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન, મુકેશ કુમાર

વેસ્ટ ઈન્ડિઝની ટીમ : રોવમેન પોવેલ (સી), કાયલ માયર્સ, જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, ઓબેડ મેકકોય, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, ઓશેન થોમસ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X