Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

WI vs IND 4th T20I : તૂટી શકે છે ટીમ ઈન્ડિયાનો મોટો રેકોર્ડ, હાર્યું તો...

WI vs IND 4th T20I : ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઇન્ડીઝ સામે 5 મેચની ટી20 સિરીઝ રમી રહી છે. જેમાંથી પહેલી બે મેચ વેસ્ટ ઇન્ડીઝે જીતી લીધી હતી, તો એક મેચ ભારતના નામે રહી હતી. ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના યોગદાનને કારણે ભારત ગત મેચ 7 વિકેટથી જીતી લીધી હતી. હવે ભારતે સિરીઝ જીતવા માટે આગામી બંને મેચ જીતવી પડશે.

12 ઓગસ્ટના રોજ ફ્લોરિડામાં રમાનારી ચોથી મેચ પણ ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો છે. જો ભારતીય ટીમના રેકોર્ડ પર એક નજર કરીએ, તો જો ટીમ આ મેચ જીતી જાય તો પણ 13 ઓગસ્ટના રોજ યોજાનારી છેલ્લી T20માં વિશ્વસનીયતા દાવ પર લાગી જશે. કારણ કે, ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો રેકોર્ડ ખતરામાં છે.

WI vs IND 4th T20I

વાસ્તવમાં ટીમ ઈન્ડિયાની આ પાંચમી પાંચ મેચની T20 સિરીઝ છે. ખાસ વાત એ છે કે, આ પહેલા ટીમ ચારેય વખત હાર્યું નથી. ગયા વર્ષે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે તેના ઘરે 4-1થી સિરીઝ જીતી હતી, પરંતુ આ વખતે ટીમ પર હારનો ખતરો તોળાઈ રહ્યો છે. અહીંથી એક ભૂલ ટીમ ઈન્ડિયાના આ મોટા રેકોર્ડને તોડી શકે છે. આ અગાઉ ભારતીય ટીમે પાંચ T20 મેચોની ચાર સિરીઝ રમી હતી, જેમાં તેણે ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમોનો પણ સામનો કર્યો હતો.

5 મેચની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આ પહેલા રમાયેલી 5 મેચની ટી20 સિરીઝમાંથી ત્રણ વખત ટીમ જીતી છે અને એક સિરીઝ ડ્રો રહી છે. એટલે કે પ્રથમ વખત ટીમ ઈન્ડિયા હવે બેકફૂટ પર જોવા મળી રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્તમાન સિરીઝમાં અહીંથી એક પણ હાર ટીમ ઈન્ડિયાના આ રેકોર્ડને બગાડશે.

  • ભારત vs ન્યુઝીલેન્ડ (2019-20) : ટીમ ઈન્ડિયાએ 5-0થી સિરીઝ જીતી
  • ભારત vs ઈંગ્લેન્ડ (2020-21) : ટીમ ઈન્ડિયાએ 3-2થી સિરીઝ જીતી
  • ભારત vs દક્ષિણ આફ્રિકા (2022) : શ્રેણી 2-2 થી ડ્રો
  • ભારત vs વેસ્ટ ઈન્ડિઝ (2022) : ટીમ ઈન્ડિયાએ 4-1 થી સિરીઝ જીતી

અત્યાર સુધી આ સિરીઝની શું હાલત રહી છે?

જો આ સિરીઝના તાજેતરના ભૂતકાળની વાત કરીએ તો ભારતીય ટીમ રોમાંચક વળાંક પર પ્રથમ મેચ 4 રને હારી ગઈ હતી. ત્યાર બાદ બીજી T20 ઈન્ટરનેશનલમાં પણ આશા ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા મેચમાં વાપસી કરી હતી, પરંતુ હાર્દિકના ખોટા નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયા 2 વિકેટે મેચ હારી ગઈ હતી. જે બાદ ટીમે ત્રીજી મેચમાં જોરદાર વાપસી કરી હતી.

ભારતીય બેટિંગ જે પ્રથમ બે મેચમાં ચાલી ન હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે બાગડોર સંભાળી હતી અને તિલક વર્માએ પ્રથમ બે મેચની જેમ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ વખતે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે મેચ જીતીને સિરીઝ 1-2 થી જીવંત રાખી છે. હવે ચોથી અને પાંચમી મેચ લોડરહિલ, ફ્લોરિડામાં 12 અને 13 ઓગસ્ટના રોજ રમાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X