WI vs IND: પહેલા અશ્વિને માર્યો પંજો, બાદમાં રોહિત અને જાયસ્વાલે ચલાવ્યુ બેટ, પહેલા દિવસે ભારતનો દબદબો
WI vs IND Test: વેસ્ટઇન્ડિજ સામે પહેલા ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમનો સમગ્ર રીતે દબબદો રહ્યો હતો. વિડીજને 150 રન પર આઉટ કર્યા બાદ ભારતીય ટીમે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વગર 80 રન બનાવી લીધા હતા. યશસ્વી જયશ્વાલ 40 અને રોહિત શર્મા 30 રન બનાવીને ક્રિજ પર છે. ભાતીય ટીમ હજી 70 રન પાછળ છે.

ટોસ જીતીને વેસ્ટઇંડીજે પહેલા બેટિગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રવિચંદ્રન અશ્વિને આ નિર્ણયને ખોટો સાબિત કરી દિધો હતો. વિડીજના બંને ઓપનર ક્રેગ બ્રેથવેટ 20 અને તેગનારાયણ ચંદ્રપોલ 12 રન બનાવીને અશ્વિનનો શિકાર થઇ ગયા હતી.
રૈમન રિફરને 2 રનના સ્કોર પર ઉટક કરીને શાર્દુલ ઠાકુરે વિડીજને ત્રીજો ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ જાડેજાએ બ્લેકવુડને 14 રન પર આઉટ કર્યો હતો. લંચ સુધીમાં વેસ્ટઇન્ડિજના 4 વિકેટ પડી ગયા હતા. લંચ બાદ જાડેજાએ જોશુઆ ડા સિલ્વાને 2 વધુ સિરાજ ે હોલ્ડરને 18 રના સ્કોર પર આઉટ કર્યો હતો.
અશ્વિને અલ્જારી જોસેફને પોતાનો 700 મો સિકાર બનાવ્યો હતો . કુબલે અે હરભજન બાદ તે આ ક્લબમાં સામેલ થનાર ત્રીજો બોલર છે. અશ્વિને ત્રણેયમાં સૌથી ઓછા બોલમાં આ આંકડો પાર કરી લિધો છે. વેસ્ટઇન્ડિજ માટે સૌથી વધારે રન બનાવનાર એલિક અથાન્જે રહ્યા હતા. તે 47 રન બનાવીને આઉટ થયા હતા. કોરન્વોલ નોટ આઉટ19 રન બનાવ્યા હતા. અને વેસ્ટઇન્ડિજ 150 રન કરીને ઓલ આઉટ થઇ ગઇ હતી. અશ્વિને 33 માં 5 વિકેટ મેળવ્યા હતા. જાડેજાએ 3 વિકેટ લીધી હતી.
ભારત માટે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેટિગ કરવા માટે મેદાન પર ઉતર્યા હતા. બંને સાથે મળીને નવી નવી બોલને સારી રિત સામનો કર્યો હતો. વેસ્ટઇન્ડિજના બોલરોને આ બેટ્સમેન માટે તરસાવ્યા હતા. ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વગર 80 રન કર્યા હતા. જેમા યશસ્વી જાયસ્વાલે 40 કર્યા હતા .












Click it and Unblock the Notifications
