ભારતની તમામ મેચો જોવા જઇશઃ વિજય માલ્યા

Written By:
Subscribe to Oneindia News

ભારતમાંથી હજારો કરોડનું દેવુ લઇને નાસી છૂટેલ વિજય માલ્યા રવિવારે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાનની મેચમાં સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા પર લંડનની કોર્ટમાં સુનવણી ચાલી રહી છે, જેની આગલી તારીખ 13 જૂન છે. આ બધા વચ્ચે વિજય માલ્યાને સ્ટોડિયમમાં બેઠેલા જોઇ લોકો દંગ રહી ગયા હતા.

vijay mallya sunil gavaskar

ઘણા પ્રમુખ અખબારો અને સમાચાર વેબસાઇટ પર વિજય માલ્યા મેચ જોવા આવ્યા હોવાના ખબર પણ છપાયા હતા. આ અંગે ટ્વીટ કરતાં વિજય માલ્યાએ મીડિયા પર વ્યંગ કર્યો છે. વિજય માલ્યાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન મારી ઉપસ્થિતિના સમાચાર મીડિયામાં વિસ્તૃત રીતે કવર કરવામાં આવ્યા. હું ભારતની ટીમને પ્રોત્સાહન આપવા માટે ભારતની તમામ મેચો જોવાની ઇચ્છા રાખું છું.

રવિવારે એઝબેસ્ટન સ્ટેડિયમમાં પહોંચેલ વિજય માલ્યાની પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કર સાથેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. ઘણી ખબરોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ભારત વિજય માલ્યાને શોધવામાં અસફળ રહ્યું છે અને બીજી બાજુ વિજય માલ્યા લંડનમાં લોકોના પૈસે મોજ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં બેંકો પાસેથી લગભગ 9000 કરોડ લઇને ભાગી નીકળેલ વિજય માલ્યાને થોડા દિવસો પહેલાં જ એક મોટો ઝાટકો મળ્યો હતો. ઇડી (Enforcement Directorate)એ વિજય માલ્યાના મહારાષ્ટ્રના 100 કરોડની કિંમતના માંડવા ફાર્મહાઉસને કબજે કરી લીધું હતું. વિજય માલ્યા ગત વર્ષે બેંકો પાસેથી કરોડો રૂપિયાનું દેવું લઇ અચાનક જ દેશમાંથી ગાયબ થઇ ગયા હતા.

English summary
I intend to attend all games to cheer India was the reaction by liquor baron, Vijay Mallya who attended the India-Pakistan game played on Sunday.
Please Wait while comments are loading...