For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ધોની આજે સાંજે 7 વાગ્યે સંન્યાસ લેશે? સોશિયલ મીડિયા પર અટકળો તેજ

શું ધોની આજે સાંજે 7 વાગ્યે સંન્યાસ લેશે? સોશિયલ મીડિયા પર અટકળો તેજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટને 2007થી નવી દિશામાં લાવનાર મહેન્દ્ર સિંહ ધોની આજે સંન્યાસ લેવા જઈ રહ્યા છે. આ અમે નહિ બલકે સોશિયલ મીડિયા પર યૂઝર્સ દ્વારા અટકળો લગાવવામાં આવી રહી છે. ધોનીના સંન્યાસના અહેવાલો હવે આગની જેમ ફેલાઈ ચૂક્યા છે. અટકળો એવા સમયે પેદા થઈ જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીની સાથે વર્ષ 2016માં રમાયેલ એક મેચની તસવીર શેર કરી. આ તસવીર પર અટકળો લગાવતા કેટલાય ક્રિકેટ ફેન્સ માની ચૂક્યા છે કે ધોની આજે સંન્યાસ લેવાનું એલાન કરશે. જો કે આ વાતની બીસીસીઆઈ કે ધોની તરફથી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર અટકળો

સોશિયલ મીડિયા પર અટકળો

સોશિયલ મીડિયા પર લોકો ટ્વીટ કરી જણાવી રહ્યા છે કે ધોની પોતાના સંન્યાસ માટે એલાનને લઈ સાંજે 7 વાગ્યે પ્રેસ કોન્ફ્રેન્સ કરી શકે છે. કોહલીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક તસવીર શેર કરી જેમાં તેઓ ધોનીના સદમાથી ઝૂકેલ છે. તેમણે લખ્યું કે, હું આ મેચ ક્યારેય નહિ ભૂલી શકું. ખાસ રાત. આ શખ્સે મને ફિટનેસ ટેસ્ટની જેમ ભગાવ્યો. કોહલીની આ પોસ્ટની સાથે ફેન્સ દોનીને વિદાય માટે શુભેચ્છા પાઠવવા લાગ્યા.

કોહલીએ તસવીર શેર કરી

કોહલીના આ ટ્વીટ બાદ ફેન્સને લાગી રહ્યું છે કે એમએસ ધોની આજે સંન્યાસનું એલાન કરી શકે છે કેમ કે ભારતીય કેપ્ટન જે મેચની આ તસવીર શેર કરી છે તે મેચ આજના દિવસે નહોતી રમાઈ. સાથે જ ધોનીએ આજના દિવસે કોઈ એવું કારનામું કર્યું હતું જેના કારણે વિરાટ કોહલી તેને યાદ કરી રહ્યા છે.

અચાનક સંન્યાસ લઈ લે છે

ધોની મોટા ફેસલા અચાનક લેવા માટે જાણીતા છે. વર્ષ 2014-15માં ધોનીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસની અધવચ્ચેથી જ સંન્યાસ લઈ લીધો હતો. જે બાદ વર્ષ 2017માં ધોનીએ લિમિટેડ ઓવર ફોર્મેટની કપ્તાની પણ અચાનક છોડી દીધી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ધોનીએ કપ્તાનીથી રાજીનામું આપ્યું અને તે બાદ કોહલીને ત્રણેય ફોર્મેટની કપ્તાની સોંપી દેવામાં આવી.

પાકિસ્તાનની અવળચંડાઈ, કુલભૂષણ જાદવને કાઉન્સલ એક્સેસ આપવાની ના પાડી દીધીપાકિસ્તાનની અવળચંડાઈ, કુલભૂષણ જાદવને કાઉન્સલ એક્સેસ આપવાની ના પાડી દીધી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
will ms dhoni announce his retirement tonight? speculation intensified on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X