મહિલા ટી20 વિશ્વ કપનું શેડ્યુલ જાહેર, જાણો ભારતની મેચ ક્યરે અને ક્યાં જોશો લાઈવ

Women's T20 World Cup 2024 schedule: ક્રિકેટપ્રેમી માટે સારા સમાચાર છે. મહિલા ટી20 વિશ્વ કપ આજથી શરૂ થઈ રહ્યો છે. જે કારણે વિશ્વના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ વચ્ચે ભારતીય ક્રિકેટના ફેન્સ ભારતની મેચનું શેક્યુલ જાણવા આતુર છે. આજે આ અહેવાલમાં આપણે જાણીશું કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મેચો ક્યારે રમાશે અને આપણે કેવી રીતે આ મેચનું લાઈવ પ્રસારણ જોઈ શકીએ છીએ.

અત્રે નોંધનીય બાબત છે કે, મહિલા ટી20 વિશ્વ કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 4 ઓક્ટોબરના રોજ કરશે.

વિશ્વ કપમાં સૌથી મહત્વની મેચ ભારત અને પાકિસ્તાન હોય છે, જેના પર સૌની નજર હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે મેચ રમાશે.

આ બહુપ્રતિક્ષિત મેચ રોમાંચ અને ઉત્સાહથી ભરપૂર હશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમો વચ્ચે મેચ રમાશે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ મહિલા ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સફળ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ છ વખત આ ખિતાબ જીતી ચુકી છે. જે બાદ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમનું નામ આવે છે.

Women s T20 World Cup 2024 schedule

બંને ટીમોએ એક-એક વખત ટાઇટલ જીત્યું છે. ભારતીય ટીમ આ યાદીમાં પોતાનું નામ નોંધાવવા માંગે છે. ટીમ ઈન્ડિયા વર્ષ 2020ના T20 વર્લ્ડ કપમાં રનર્સઅપ રહી હતી.

24 સપ્ટેમ્બર, 2024ના રોજ UAE જતા સમયે, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે મીડિયા સાથે વાત કરી અને તેના મંતવ્યો અને અપેક્ષાઓ શેર કરી હતી.

ભારતનું અભિયાન પડકારજનક સાથે-સાથે રોમાંચક પણ છે, જેમાં ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમો સામેની મેચોનો સમાવેશ થાય છે.

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતનું શેડ્યૂલ

  • ભારત vs ન્યુઝીલેન્ડ, દુબઈ (4 ઓક્ટોબર)
  • ભારત vs પાકિસ્તાન, દુબઈ (6 ઓક્ટોબર)
  • ભારત vs શ્રીલંકા, દુબઈ (9 ઓક્ટોબર)
  • ભારત vs ઓસ્ટ્રેલિયા, શારજાહ (13 ઓક્ટોબર)
  • 1લી સેમી-ફાઇનલ 1 દુબઈ (17 ઓક્ટોબર)
  • 2જી સેમી-ફાઇનલ 2 શારજાહ (18 ઓક્ટોબર)
  • ફાઈનલ દુબઈ (ઓક્ટોબર 20)

કેવી રીતે લાઈવ જોશો વિશ્વ કપની મેચો - જ્યાં સુધી લાઈવ મેચનો સંબંધ છે, તે સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાય છે. આ સિવાય આ મેચ ઓટીટી પર પણ પ્રસારિત થશે. આ મેચ ડિઝની+ હોટસ્ટાર પર પણ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેનો સમય બપોરે 3:30 અને સાંજે 7:30 કલાક રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X