For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ કપ 2019: 8 ટીમો, 4 જગ્યા, શું છે સેમીફાઈનલમાં પહોંચવાનું ગણિત

વર્લ્ડ કપ 2019માં અત્યાર સુધી લીગ રાઉન્ડમાં 30 મેચ રમાઈ ચૂકી છે. આ ટુર્નામેન્ટમાં 15 લીગ મેચ હજી રમાવાની છે, પરંતુ અત્યારથી જ સેમીફાઈનલમાં કોણ પહોંચશે તેનું ગણિત શરૂ થઈ ચૂક્યુ છે.

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ કપ 2019માં અત્યાર સુધી લીગ રાઉન્ડમાં 30 મેચ રમાઈ ચૂકી છે. આ ટુર્નામેન્ટમાં 15 લીગ મેચ હજી રમાવાની છે, પરંતુ અત્યારથી જ સેમીફાઈનલમાં કોણ પહોંચશે તેનું ગણિત શરૂ થઈ ચૂક્યુ છે. વન સાઈડ અને બોરિંગ બની રહેલા આ વર્લ્ડ કપની 27મી મેચમાં શ્રીલંકાએ ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જી દીધો. આ સાથે જ સેમીફાઈનલની રેસ રોમાંચક થઈ ગયો છે. પાકિસ્તાને લોર્ડ્ઝમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પોતાની સેમીફાઈનલની આશા જીવતી રાખી છે, પરંતુ નેટ રન રેટની ભૂમિકા મહત્વની બનવાની છે. જાણો 8 ટીમો વચ્ચે ટોપ 4માં જગ્યા બનાવવાનું ગણિત શું છે અને કઈ ટીમો પ્રબળ દાવેદાર છે.

આ પણ વાંચો: Video: ભારત સામે હાર્યા બાદ આત્મહત્યા કરવા ઈચ્છતા હતા પાકિસ્તાન કોચ મિકી આર્થર

ન્યૂઝીલેન્ડ છે સૌથી મજબૂત ટીમ

ન્યૂઝીલેન્ડ છે સૌથી મજબૂત ટીમ

ન્યૂઝીલેન્ડ આ વર્લ્ડ કપમાં સૌથી મજબૂત ટીમ બની રહી છે. અને છમાંથી 5 જીતીને 11 પોઈન્ટ સાથે ટોપ પર છે. હવે ન્યૂઝીલેન્ડે પોતાની આગામી ત્રણમાંથી 1 મેચ જીતવી જરૂરી છે. આ ટીમ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લેશે. ન્યૂઝીલેન્ડના પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની બાકીની ત્રણ મેચ રમવાની છે. અને આ ત્રણેય મેચ રમીને તે પોઈન્ટ ટેબલ પર ટોપ પર રહેવા ઈચ્છશે. ન્યૂઝીલેન્ડની બોલિંગ મજબૂત દેખાઈ રહી છે અને 2015ના વર્લ્ડ કપની રનર અપ રહેલી ટીમનો સેમી ફાઈનલમાં પહોંચવાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ન્યૂઝીલેન્ડ જો આ વખતે સેમીફાઈનલમાં પહોંચશે તો આ સતત ચોથી વખત એવું બનશે કે કિવિઝ સેમીમાં સ્થાન જમાવી રહ્યા હોય. સાથે જ ઓવરઓલ 8મી વખત તેઓ સેમીફાઈનલ રમશે.

શું ઈંગ્લેન્ડની રાહ છે મુશ્કેલ?

શું ઈંગ્લેન્ડની રાહ છે મુશ્કેલ?

વર્લ્ડ કપમાં 6 જુલાઈએ લીગ સ્ટેજની છેલ્લી મેચ રમાશે. તો શું વર્લ્ડ કપની આ વખતની સૌથી ફેવરેટ ટીમ ગણાતી ઈંગ્લેન્ડ માટે હવે ટોપ 4માં રહેવું મુશ્કેલ બન્યું છે ? શ્રીલંકા સામે હાર્યા બાદ ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. ઈંગ્લેન્ડે 6માંથી 4 મેચ જીતી છે અને હવે તેમણે ન્યૂઝીલેન્ડ, ભારત, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાકીની ત્રણ મેચ રમવાની છે. ઈંગ્લેન્ડ માટે આ ત્રણમાંથી 2 મેચ જીતવી જરૂરી છે. જો તેઓ ત્રણમાંથી એ મેચ જીતશે તો પણ મજબૂત રનરેટના કારણે ટોપ 4માં સ્થાન મેળવી શકે છે. છેલ્લા 27 વર્ષમાં વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને આ ત્રણમાંથી એક પણ ટીમ હરાવી શકી નથી.

વિરાટ પણ ઈચ્છશે ટોપ સ્લોટ

વિરાટ પણ ઈચ્છશે ટોપ સ્લોટ

ટીમ ઈન્ડિયા જે વર્લ્ડ કપ જીતવાની બીજી સૌથી પ્રબળ દાવેદાર ટીમ ગણાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પણ મજબૂતીથી આગળ વધી રહી છે. અફ્ઘાનિસ્તાન સામેની મેચ છોડી દઈએ તો ટીમ ઈન્ડિયાએ 5માંથી 4 મેચ જીતીને 9 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને જગ્યા બનાવી છે. ટીમ ઈન્ડિયાની મેચો મોડી હોવાને કારણે હજી ટીમ ઈન્ડિયાએ વિન્ડિઝ, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ રમવાનું બાકી છે. આ ચારમાંથી ભારતે ટોપ 4માં રહેવા માટે માત્ર 1 જ મેચ જીતવી જરૂરી છે. પરંતુ ટીમ ઈન્ડિયા ચારેય મેચ જીતીને નંબર 1 રહેવા ઈચ્છશે, જેથી સેમીફાઈનલમાં નંબર 4 સામે રમવાનો વારો આવે. ભારતીય ટીમ હાલ નેટ રનરેટમાં ઓસ્ટ્રેલિયા કરતા પાછળ છે.

આસાન છે ઓસ્ટ્રેલિયાની રાહ

આસાન છે ઓસ્ટ્રેલિયાની રાહ

ડેવિડ વોર્નરની બે સદીને કારણે અને કેપ્ટન એરોન ફિન્ચની સારી કેપ્ટનસીને કારણે ઓસ્ટ્રેલિયા પણ ટોપ 4ની પ્રબળ દાવેદાર છે. ઓસ્ટ્રેલિયાએ 6માંથી 5 મેચ જીતી છે અને 10 પોઈન્ટ સાથે તે બીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયાએ આગમી ત્રણ મુકાબલા ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવાના છે. જો તે આમાંથી એક પણ મેચ જીતે તો પણ સેમીફાઈનલમાં પ્રવેશ નક્કી છે. હાલ ઓસ્ટ્રેલિયા +0.849ના રનરેટ સાથે બીજા નંબર પર છે. કાંગારુઓ પણ નંબર 1 રહેવા ઈચ્છશે.

શું બેંગોલ ટાઈગર્સ કરી શક્શે 'ઉલટફેર'?

શું બેંગોલ ટાઈગર્સ કરી શક્શે 'ઉલટફેર'?

સેમીફાઈનલની રેસમાં બાંગ્લાદેશ પણ પ્રબળ દાવેદાર છે, વર્લ્ડ કપ 2019માં શાનદાર પ્રદર્શન કરનારી ટીમે પોતાની તમામ મેચ જીતવી પડશે. જો બાંગ્લાદેશ આવું કરી શકે તો ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ બંને 11 પોઈન્ટ સાથે સરખા થશે. પરંતુ નેટ રનરેટમાં ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ પર ભારે પડી શકે છે. બાંગ્લાદેશના 6 મેચમાં 5 જ પોઈન્ટ છે અને નેટ રન રેટ -0.407 છે. જો આ ટીમ બે મેચ પણ જીતી લો તો પણ સેમીફાઈનલની રેસમાં રહેશે પરંતુ આ માટે તેમણે બે મેચ મોટા અંતરથી જીતવી પડશે. બાંગ્લાદેશની હવેની ત્રણેય મેચ અફ્ઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત વિરુદ્ધ છે.

શું વિન્ડિઝ પાસે છે તક?

શું વિન્ડિઝ પાસે છે તક?

વિન્ડીઝની ટીમે આ વર્લ્ડ કપને સૌથી સારી મેચ આપી છે. કાર્લોસ બ્રેથવેટ પોતાના કરિયરની બેસ્ટ ઈનિંગ રમીને ન્યૂઝીલેન્ડને હરાવવાની આશા સર્જી પરંતુ.. કાંઠે આવેલું વહાણ ડૂબી ગયું. વિન્ડીઝની ટીમ પણ પોઈન્ટ ટેબલમાં 3 પોઈન્ટ સાથે 8મા નંબરે છે. પરંતુ તેમનો રનરેટ -0.407 છે. જો વિન્ડીઝની ટીમ આગામી ત્રણેય મેચ જીતી લે તો તેની પાસે 9 પોઈન્ટ થશે. આવી સ્થિતિમાં અન્ય મેચના રિઝલ્ટ પર આધારિત રહેવું પડશે.

પાકિસ્તાન દોહરાવી શકે છે 1992ની સ્ક્રિપ્ટ

પાકિસ્તાન દોહરાવી શકે છે 1992ની સ્ક્રિપ્ટ

ટીમ ઈન્ડિયા સામેની હાર બાદ પાકિસ્તાન આ વર્લ્ડ કપને 1992ની જેમ જ જોઈ રહ્યું હશે, પરંતુ હરીફ ટીમો તેમના પર ભારે પડી રહી છે. પાકિસ્તાન પાસે 6 મેચમાં 5 પોઈન્ટ છે અને -1.265નો નેટ રનરેટ છે. આવી સ્થિતિમાં તેમણે પોતાની તમામ મેચ જીતવી જરૂરી છે. અથવા તો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અને ભારતમાં કોઈ એક ટીમ ટોપ 4માં ન પહોંચે તો જ પાકિસ્તાનનની કિસ્મત બદલાઈ શકે છે. પાકિસ્તાનની હવે ત્રણેય મેચ ન્યૂઝીલન્ડ, અફ્ઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે છે.

શું શ્રીલંકા પાસે છે ચાન્સ?

શું શ્રીલંકા પાસે છે ચાન્સ?

શ્રીલંકાએ પોતાની ત્રણમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતવી જરૂરી છે. શ્રીલંકા પાસે 6 મેચમાં 6 પોઈન્ટ છે પરંતુ -1.119નો નેટ રનરેટ તેમના માટે માથાનો દુઃખાવો છે. સેમીફાઈનલમાં જગ્યા મેળવવા માટે તેમણે બાકીની તમામ મેચ મોટા અંતરથી જીતવી જરૂરી છે. ત્યારે તેમના 12 પોઈન્ટ થશે અને નેટ રનરેટ પણ સચવાશે. શ્રીલંકાની હવેની મેચ દક્ષિણ આફ્રિકા, વિન્ડીઝ, ભારત વિરુદ્ધ રમવાની છે. ત્યારે એમાંથી બંને મેચ મોટા અંતરથી જીતવી જરૂરી છે. જો ઈંગ્લેન્ડ પોતાની મેચ હારી જાય તો શ્રીલંકા માટે વિકલ્પ ખુલી જશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
world cup 2019 calculation for semi final slotes between 8 teams
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X