For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WC 2019: બાંગ્લાદેશને હરાવી ભારતીય ટીમે સેમીફાઈનલમાં એન્ટ્રી લીધી

WC 2019: બાંગ્લાદેશને હરાવી ભારતીય ટીમે સેમીફાઈનલમાં એન્ટ્રી લીધી

|
Google Oneindia Gujarati News

લંડનમાં વર્લ્ડ કપ 2019 ટૂર્નામેન્ટ ચાલી રહ્યો છે. આજે ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે મેદાને જંગ રમાયો હતો. ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવી સેમીફાઈનલમાં એન્ટ્રી લઈ લીધી છે. જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2019ના આ 40મા મુકાબલામાં આજે ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરતાં 9 વિકેટના નુકસાન પર 314 રન ફટકાર્યા હતા. જો કે બાંગ્લાદેશના બોલર્સે પણ સારુંએવું પ્રદર્શ કર્યું હતું.

world cup 2019,

ભારતની આ ઈનિંગમાં રોહિત શર્માએ અને કેએલ રાહુલે શાનદાર ઈનિંગ રમી. રોહિત શર્માએ આ ટૂર્નામેન્ટની ત્રીજી સદી ફટકારી જ્યારે કેએલ રાહુલે પણ 77 રનની ઈનિંગ રમી હતી. બાંગ્લાદેશ ટીમના મુસ્તાફીઝુર રહમાને 5 વિકેટ ઝડપી હતી. બીજી તરફ 315 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલ બાંગ્લાદેશ ટીમ 48 ઓવરમાં 286 રન બનાવીને જ ઑલ આઉટ થઈ ગઈ હતી. શકિબ અલ હસને સૌથી વધુ 66 રન ફટકાર્યા હતા અને મોહમ્મદ સૈફુદ્દીને પણ ફીફ્ટી ફટકારી હતી.

ભારતીય બોલર્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું. હાર્દિક પંડ્યાએ 10 ઓવરમાં 60 રન આપી 3 વિકેટ ખેરવી હતી જ્યારે જસપ્રિત બુમરાહે 10 ઓવરમાં 55 રન આપી 4 વિકેટ ખેરવીને બાંગ્લાદેશનું વર્લ્ડ કપ સેમીફાઈનલ સુધી પહોંચવાનું સપનું રોળી નાખ્યું. ભારત વર્લ્ડ કપ 2019ની કુલ 8 મેચ રમ્યું છે જેમાંથી 6માં જીત, 1માં હાર અને વરસાદના કારણે 1 મેચ રદ્દ થઈ હતી. આ જીત સાથે જ પોઈન્ટ ટેબલમાં 13 પોઈન્ટ સાથે ભારતીય ટીમ બીજા ક્રમાંકે પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયા 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ છે, ન્યૂઝીલેન્ડ 11 પોઈન્ટ સાથે ત્રીજા નંબર છે, ઈંગ્લેન્ડ 10 પોઈન્ટ સાથે ચોથા નંબર છે અને પાકિસ્તાન 9 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રેસ લાગી છે. જોવાનું રહેશે કે બીજી બે જગ્યા માટે કઈ કઈ ટીમ સેમીફાઈનલમાં પહોંચશે.

બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલો સિક્સર ફટકારતા જ રોહિતના નામે થયો આ રેકોર્ડબાંગ્લાદેશ વિરુદ્ધ પહેલો સિક્સર ફટકારતા જ રોહિતના નામે થયો આ રેકોર્ડ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
world cup 2019: indian team entered in semifinals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X