For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક સમયે જાડા હોવાને કારણે મયંકને ડ્રોપ કરાયો હતો, હવે સીધો લંડન બોલાવ્યો

ટીમ ઈન્ડિયાના રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ થયેલી મેચમાં થયેલી હાર બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ડાબા પગના અંગૂઠામાં ઈજા થવાથી વિજય શંકર વર્લ્ડ કપથી બહાર થઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

ટીમ ઈન્ડિયાના રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ થયેલી મેચમાં થયેલી હાર બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ડાબા પગના અંગૂઠામાં ઈજા થવાથી વિજય શંકર વર્લ્ડ કપથી બહાર થઈ ચૂક્યા છે. BCCIએ તેની સત્તાવાર જાહેરાત કરી છે. BCCIએ શંકરની ઈજા પર અપડેટ આપતા કહ્યું કે તેને સાજા થવામાં ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયાનો સમય લાગી શકે છે. મિડલ ઓર્ડરની સમસ્યા સામે લડી રહેલી ટીમ ઈન્ડિયાએ મયંક અગ્રવાલને વિકલ્પ તરીકે પસંદ કર્યા છે. જાણો ટીમ ઈન્ડિયામાં જગ્યા મેળવનાર મયંક અગ્રવાલ કોણ છે અને તમે એ ખેલાડીને કેટલા ઓળખો છો?

આ પણ વાંચો: વર્લ્ડ કપથી બહાર થયો વિજય શંકર, હવે આ ખેલાડીને જગ્યા મળી

દ્રવિડ અને સહેવાગનું મિશ્રણ છે મયંક

દ્રવિડ અને સહેવાગનું મિશ્રણ છે મયંક

ટીમ ઈન્ડિયામાં હાલ કોઈ પણ ખેલાડીની જગ્યા પાક્કી નથી મનાઈ રહી. વર્લ્ડ કપ મિડલ ઓર્ડરની સમસ્યા સામે લડી રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે જસપ્રીત બુમરાહના બોલ પર વિજય શંકર ટીમ ઈન્ડિયાથી બહાર થઈ ગયો છે અને મયંક અગ્રવાલને ટીમમાં તેના સ્થાને પસંદ કરાયો છે. જાણો કેવી રીતે સેહવાગની આક્રમક બેટિંગ અને દ્રવિડની જેમ કમ્પોઝર ધરાવતા આ ખેલાડીએ પસંદગીકારોને ટીમમાં સામેલ કરવા માટે મજબૂર કરી દીધો.

પસંદગીના દિવસે પણ ચમક્યા

પસંદગીના દિવસે પણ ચમક્યા

ટીમ ઈન્ડિયાના ડોમેસ્ટિક ક્રિકેટ ઈતિહાસમાં કોઈ પણ ડોમેસ્ટિક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર મયંક અગ્રવાલની સફલતા પાછળ તેમની આકરી મહેનત, દ્રવિડનું માર્ગદર્શન અને તેમનો આત્મવિશ્વાસ છે. કોઈ પણ વ્યક્તિ સફળ થાય ત્યારે આપણને તે વ્યક્તિની સફળતા સહેલાઈથી દેખાઈ જાય છે. પરંતુ તેની પાછળની મહેનત, ત્યાગે અને તપસ્યાની વાત કોઈ નથી જાણતું. જે દિવસે મયંકની ટીમમાં પસંદગી થઈ તે દિવસે તેમણે વિન્ડિઝ 11 સામે રમતા 90 રનની ઈનિંગ રમી. પરિવારે તેમને જીવનની સૌથી મોટી ખુશખબર સંભળાવી અને રાહુલ દ્રવિડ પહેલા વ્યક્તિ હતા, જેમણે મયંક અગ્રવાલને અભિનંદન આપ્યા. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે કેવી રીતે આ ખેલાડીએ પસંદગીકારોને મજબૂર કરી દીધા ? તેની પાછળ તમયંકની બે વર્ષની મહેનત છે, ફક્ત મહેનત.

સહેવાગની જેમ છે વિસ્ફોટક

સહેવાગની જેમ છે વિસ્ફોટક

કર્ણાટક માટે રણજી ટ્રોફી રમનાર આ ખેલાડી સહેવાગની જેમ આક્રમક બેટિંગ કરીને જાણીતા બન્યા ચે. 27 વર્ષના આ ખેલાડીએ 2010માં ન્યૂઝીલેન્ડમાં રમાયેલા અંડર 19 વર્લ્ડ કપથી પોતાની નોંધ લેવડાવી. આઈપીએલમાં 2011માં તેના નામની બોલી લાગી ત્યારથી તે RCB, દિલ્હી ડેરડેવિલ્સ, પૂણે સુપરજાયન્ટ્સ માટે સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. તેમને વીરેન્દ્ર સહેવાગના ફ2ન પણ કહેવામાં આવે છે. આ તુલના અંગે મયંકે કહ્યું કે,'મને સહેવાગને રમતા જોવા ખૂબ ગમે છે. એક ખેલાડી તરીકે કે એક વ્યક્તિ તરીકે તમે તેમને કૉપી ન કરી શકો. આટલા મહાન ખેલાડી સાથે હું મારી સરખામણી ક્યારેય ન કરી શકું. '

IPLમાં નામ બડે ઔર દર્શન છોટે

IPLમાં નામ બડે ઔર દર્શન છોટે

ફટાફટ ક્રિકેટમાંથી ટીમ ઈન્ડિયામાં એવા અનેક ખેલાડીઓને જગ્યા મળી છે, પરંતુ મયંકને અહીં પણ નિષ્ફળતા મળી. તેમને ટીમ મળી, ખરીદદાર મળ્યા પરંતુ તે રન ન બનાવી શક્યા. IPL માટે જુદી જુદી ટીમમાંથી રમનાર આ ખેલાડીના નામે સારા રેકોર્ડ નથી, તેમણે એકાદ સારી ઈનિંગ રમી પરંતુ પસંદગીકારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા. તેમણે IPLમાં અત્યાર સુધીમાં 16.7ની એવરેજથી 123.9ના સ્ટ્રાઈકરેટથી રન બનાવ્યા છે. તેમની વિસ્ફોટક બેટિંગન જે ઓળખ તો મળી પરંતુ આવી ગણતરીની ઈનિંગ્સ તેમને મંઝિલ સુધી ન પહોંચાડી શકી.

વિપશ્યના અને લાંબી દોડનો સહારો

વિપશ્યના અને લાંબી દોડનો સહારો

2014-15ની સિઝનમાં આ ખેલાડીએ સૌથી મોટો સેટ બેક જ્યારે મળ્યો જ્યારે તેમને પોતાની સ્ટેટની રણજી ટીમમાંથી બહાર કરી દેવાયા. આ વર્ષે કર્ણાટકે રણજી ટ્રોફી જીતી હતી, પરંતુ આ પ્રતિભાશાળી ખેલાડીને ટુર્નામેન્ટમાં અધવચ્ચેથી ફિટનેસ અને વધુ વજનને કારણે ટીમમાં નહોતા રખાયા. ફિટનેસ ઈશ્યુને કારણે ટીમમાં પસંદ ન થવા પર તેમણે લાંગ રનિંગ શરૂ કરી. રાહુલ દ્રવિડે એક ઈન્ટરવ્યુમાં 2015માં કહ્યું હતું કે,'મયંકે ખૂબ જ વજન ઉતાર્યું છે, ફિટનેસ પર ખૂબ મહેનત કરી છે.' મયંકે પોતાના પિતા પાસેથી વિપશ્યનાનો સહારો લીધો અને ક્રિકેટમાં દમદાર કમબેક કર્યું. કર્ણાટકની રણજી ટીમમાં ફરીવાર એન્ટ્રી કરીને મયંક કુમારે કેપ્ટન વિનય કુમારનો ભરોસો જીત્યો અને તેમને ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ પણ કર્યો.

ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો વરસાદ

ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો વરસાદ

મયંક અગ્રવાલે રણજી ટ્રોફીની આગલી મેચમાં (2017-18)માં 304 રને નોટઆઉટ ઈનિંગ રમી, આ ખેલાડીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં રનના ઢગલા કર્યા છે. તેમણે રણજી ટ્રોફીમાં 105.45ના સ્ટ્રાઈક રેટ સાથે 5 સેન્ચ્યુરીની મદદથી 1160 રન બનાવ્યા, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 3 હાફ સેન્ચ્યુરી અને 145ના સ્ટ્રાઈકરેટ સાથે 458 રન બનાવ્યા. તો વિજય હઝારે ટ્રોફીમાં 107.9ના સ્ટ્રાઈક રેટ સાથે 3 સેન્ચ્યુરી, 4 હાફ સેન્ચ્યુરી સાથે 723 રન ખડકી દીધા. મયંકના આ જ પર્ફોમન્સને કારણે તેમને ટીમમાં જગ્યા આપવા માટે પસંદગીકારોએ મજબૂર થવું પડ્યું છે. જો કે 2017-18માં આ ખેલાડીએ આટલા રન બનાવ્યા કેવી રીતે, તે સવાલ બધાને થઈ રહ્યો છે. રાહુલ દ્રવિડ પહેલા મયંકને બેટિંગમાં મદદ કરનાર વ્યક્તિનું નામ છે, આર. મુરલીધર.

મુરલીધરે મયંકને અપાવી નવી ઓળખ

મુરલીધરે મયંકને અપાવી નવી ઓળખ

બેંગ્લુરુમાં RX ક્રિકેટ એકેડમી ચલાવતા મુરલીધરે મયંકને એક શાનદાર બેટ્સમેન બનાવ્યા. મયંકે વિઝડન ક્રિકેટ સાથે વાત કરતા ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેણે પોતાના કોચ સાથે બેસીને 'ટેક્નિકના બદલે સ્કીલ આધારિત ટ્રેનિંગ પર ભાર મૂક્યો. ' મુરલીધરે વિઝડન સાથે વાત કરતા કહ્યું હતું કે તેમણે મયંકને એ વાત માનવા તૈયાર કર્યા કે,'સૌથી પહેલા તો એ માનતા શીખી જા કે જો લક્ષ્ય હાંસલ ન થયું તો શું.' તેમણે કહ્યું કે મયંકને મનાવવામાં ખૂબ મહેનત પડી. મયંકે ટ્રેનિંગ દરમિયાન સૌથી વધુ કામ કર્યું કે ટેક્નિકની જગ્યાએ સ્કીલ આધારિત ટ્રેનિંગ લીધી. મયંકે પણ પોતાના ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે એક દિવસમાં લગભગ 700થી 1000 બોલ સામે બેટિંગ કરતા હતા, તેમાં થ્રો ડાઉન અને દિવસભરની ટ્રેનિંગ સામેલ છે.

દરેક મોટી મેચમાં સેન્ચ્યુરી

દરેક મોટી મેચમાં સેન્ચ્યુરી

ડોમેસ્ટિક સિઝન 2017-18માં જ્યારે મયંકે એક કરતા એક વધુ રેકોર્ડતોડ ઈનિંગ રમી ત્યારે પણ આ ખેલાડીનું સિલેક્શન નહોતું થઈ રહ્યું. ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગી કાર એમ.એસ.કે.પ્રસાદને જ્યારે મયંકની ટીમ ઈન્ડિયામાં પસંદગી અંગે સવાલ પૂછાયો તો તેમણે કહ્યું કે તે ટૂંક સમયમાં પસંદ થશે. ઈન્ડિયાએ તરફથી આ ખેલાડીએ હાલમાં રમાયેલી બે ત્રણ ટૂરમાં ખૂબ રન બનાવ્યા છે. તેમાં ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ સતત બે સેન્ચ્યુરી, વિન્ડિઝ એ વિરુદ્ધ 112 રનની ઈનિંગ, સાઉથ આફ્રિકા સામે 220 રનની ઈનિંગ અને ઈન્ડિયા બી તરફથી 124 રનની ઈનિંગ સામેલ છે.

સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડ્યો

સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડ્યો

મયંકે કર્ણાટકમાં પાછલા 5 વર્ષમાં ત્રણ રણજી ટ્રોફી જીમાં પણ મહત્વની ઈનિંગ રમી છે. તેમણે પોતાની રણજી ટીમ માટે આ વર્ષે સેમીફાઈનલમાં 81 બોલમાં 86 રનની ઈનિંગ રમી અને ફાઈનલમાં 90 રનની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી. આ ખેલાડીએ લિસ્ટ એ મેચમાં વિજય હઝારે ટ્રોફીમાં 105ની એવરેજથી 723 રન બનાવ્યા છે. કોઈ પણ ભારતીય ખેલાડીનો આ લિસ્ટ એ ક્રિકેટમાં સર્વાધિક સ્કોર છે. તેમણે 2003માં વર્લ્ડ કપમાં સચિન તેન્ડુલકરનો એક ટુર્નામેન્ટમાં સૌથી વધુ 673 રનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો.

દ્રવિડ બનાવી રહ્યા છે ટીમ ઈન્ડિયાની નવી દીવાલ

દ્રવિડ બનાવી રહ્યા છે ટીમ ઈન્ડિયાની નવી દીવાલ

ટીમ ઈન્ડિયાની બેન્ચ સ્ટ્રેન્થને આટલી મજબૂત કરવામાં જે દિગ્ગજનો સૌથી મોટો રોલ છે તે બીજુ કોઈ નહીં પરંતુ રાહુલ દ્રવિડ છે. ઈન્ડિયા એ અને ઈન્ડિયા અંડર 19ના કોચ તરીકે દ્રવિડે હનુમા વિહારી, પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, હ્રષભ પંત, શ્રેયસ ઐય્યર, સંજુ સેમસન, શુભમન ગિલ જેવા અનેક હીરાને ઘસીને કોહિનૂર બનાવ્યા છે, જે ક્રિકેટ જગતમાં પોતાની ચમક બતાવી ચૂક્યા છે, અથવા તો બતાવવા તૈયાર છે. મયંક પણ તેમાંથી જ એક છે. જ્યારે મયંકને ક્રિકેટમાં નવી લાઈફલાઈન આપવા અંગે દ્રવિડની ભૂમિકા પર સવાલ પૂછાયો તો તેમના શબ્દ હતા,'તેમણે મને ફક્ત રન બનાવવાનું કહ્યું, અને બાકીનું ભૂલી જવા કહ્યું. જે થવાનું છે એ થશે તારું કામ છે સ્કોર બનાવવાનું. મેં તેમની સલાહ માનીને ફક્ત તેના જ માટે મહેનત કરી.' આ ખેલાડી માટે 2018નું વર્ષ લકી રહ્યું છે, પહેલા લગ્ન થયા હવે ટીમ ઈન્ડિયામાં સિલેક્શન. આશા છે કે હવે ટેસ્ટ મેચમાં પણ મોટો સ્કોર કરતા દેખાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
world cup 2019 know about new indian player mayank agarwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X