વર્લ્ડ કપ 2019: ટીમ ઇન્ડિયાનું એલાન થયું, જાણો કોને જગ્યા મળી

છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે આખરે વર્લ્ડ કપ માટે કોને ટીમના સ્થાન મળશે. બીસીસીઆઈ ઘ્વારા આજે વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે.

છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે આખરે વર્લ્ડ કપ માટે કોને ટીમના સ્થાન મળશે. બીસીસીઆઈ ઘ્વારા આજે વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ટીમ ઇન્ડિયામાં ચોથા નંબરે કોણ બેટિંગ કરશે તેના વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. તેના માટે અંબાતી રાયડુ, રિષભ પંત, કેદાર જાધવ જેવા નામની પણ ચર્ચા ચાલતી હતી.

World Cup 2019

આજે વર્લ્ડ કપ 2019 માટે બીસીસીઆઈ ઘ્વારા જે ટીમ જાહેર કરવામાં આવી છે તેમાં રિષભ પંત અને અંબાતી રાયડુની બાદબાકી કરી દેવામાં આવી છે. તેના બદલે ટીમમાં દિનેશ કાર્તિકને એક્સટ્રા વિકેટકીપર તરીકે લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ વર્લ્ડ કપ 2019 માટે વિજય શંકરને જગ્યા આપવામાં આવી છે. તેની સાથે સાથે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને કેદાર જાધવને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

જો બોલિંગ ડિપાર્ટમેન્ટ વિશે વાત કરવામાં આવે તો યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને જગ્યા આપવામાં આવી છે.

વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X