For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Cup 2019: વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ, જાણો કેટલા મળશે?

World Cup 2019: વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ, જાણો કેટલા મળશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈપીએલ ટૂર્નામેન્ટ માપ્ત થયા બાદ હવે ખેલાડીઓનો જોશ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર આઈસીસી વર્લ્ડકપ દરમિયાન જોવા મળશે. આ વર્લ્ડ કપ 12મી ટૂર્નામેન્ટ થવા જઈ રહી છે, જેની શરૂઆત 30મી મેથી થશે જ્યારે ફાઈનલ મેચ 14મી જુલાઈના રોજ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ ઈતિહાના પાના પર છપાશે કેમ કે આ વખતે વિજેતા ટીમ પર રૂપિયાનો ભારે વરસાદ થનાર છે.

મળશે આટલા રૂપિયા

મળશે આટલા રૂપિયા

આ વખતે ખિતાબ જીતનાર ટીમને 40 લાખ ડૉલર એટલે કે 28 કરોડ 5 લાખથી પણ વધુનું ઈનામ આપવામાં આવશે. ટૂર્નામેન્ટની વિજેતા ટીમને મળનાર આ રાશિ અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. આઈસીસી મુજબ 46 દિવસ સુધી ચાલનાર ટૂર્નામેન્ટના ફાઈનલમાં હારના ટીમને 20 લાખ ડોલર જ્યારે સેમિફાઈનલમાં હારનાર દરેક ીટમને 8 લાખ ડોલરનું ઈનામ આપવામાં આવશે. સેમીફાઈનલ મુકાબલો મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ અને બર્મિઘમના એજબેસ્ટન મેદાન પર ક્રમશઃ 9 અને 11 જુલાઈના રોજ રમાશે. પહેલો મેચ મેજબાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંનેમાંથી એકેય ટીમ હજુ સુધી વર્લ્ડ કપનો ખિતાબ નથી જીતી શકી.

રાઉન્ડ રોબિન ફોર્મેટમાં ટૂર્નામેન્ટ

રાઉન્ડ રોબિન ફોર્મેટમાં ટૂર્નામેન્ટ

આ વખતે વર્લ્ડકપની તમામ મેચ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. રાઉન્ટ રોબિન ફોર્મેટ વર્લડ કપમાં બીજી વખત ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. સૌથી પહેલા 1992માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત મેજબાનીમાં રમાયેલ વિશ્વકપમાં આ ફોર્મેટનો ઉપયોગ થયો હતો. આ ફોર્મેટના હિસાબે બધી જ ટીમના ભાગે 9 મેચ રમવાની આવશે. આઈપીએલમાં પણ આ ફોર્મેટનો જ ઉપયોગ થાય છે. 1987, 1999, 2003, 2007 અને 2015માં વર્લ્ડકપ જીતી સૌથી વધુ 5 વખત ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીતેલ છે. વિંડીઝે 1975 અને 1979માં ખિતાબ જીત્યો જ્યારે ભારતે 1983 અને 2011માં ખિતાબ જીત્યો હતો. જ્યારે 1992માં પાકિસ્તાન અને 1996માં શ્રીલંકાએ ખિતાબ જીત્યો હતો.

આ બદલાવ પણ જોવા મળશે

આ બદલાવ પણ જોવા મળશે

આ વર્લ્ડ કપમાં પહેલાની અપેક્ષાએ ટીમની સંખ્યા પણ ઘટી ગઈ છે. વર્લ્ડકપના ગત 12 શ્રેણીમાં 12 અથવા 14 ટીમ ભાગ લેતી હતી, પરંતુ આ વખતે ક્વૉલીફિકેશનમાં પણ બદલાવ કરવામાં આવ્યા હતા. આઈસીસી રેંકિંગમાં શીર્ષ 8માં રહેનાર ટીમ આપમેળે જ વર્લ્ડકપમાં ક્વૉલીફાઈ કરી ગઈ હતી જ્યારે બાકીના બે સ્થાનો માટે ક્વૉલીફિકેશન ટૂર્નામેન્ટ આયોજિત કરવામાં આવ્યો હતો, જેનાથી વિંડીઝ અને અફઘાનિસ્તાને પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી.

ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના કયા ખેલાડીએ પહેલી સેન્ચ્યુરી મારી હતી? ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના કયા ખેલાડીએ પહેલી સેન્ચ્યુરી મારી હતી?

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
world cup 2019: winner team will get jackpot of 4 million dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X