World Cup 2023: નેધરલેન્ડ સામે મેચમાં રોહિત-કોહલીએ પણ લીધી વિકેટ, બન્યા 11 રસપ્રદ અવૉર્ડ
World Cup 2023 India vs Netherland: વર્લ્ડકપની છેલ્લી લીગ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે નેધરલેન્ડ સામે ઘણા રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેનોએ વર્લ્ડ કપનો પાંચમો સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે માત્ર 4 વિકેટ ગુમાવીને 410 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં પાંચ બેટ્સમેનોએ 50થી વધુ રન બનાવ્યા હતા.
રોહિત શર્માએ 54 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી જ્યારે શુભમન ગિલે 32 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. બંનેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી અને 10 ઓવરમાં 78 રન બનાવ્યા. ફરી એકવાર વિરાટ કોહલીએ અડધી સદીની ઇનિંગ રમી. જ્યારે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે સદીની ઇનિંગ્સ રમી હતી.

ટીમ ઈન્ડિયાના પહાડ જેવા સ્કોરને ચેઝ કરવા આવેલી નેધરલેન્ડની ક્રિકેટ ટીમ માત્ર 250 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.
રસપ્રદ વાત એ છે કે આ મેચમાં 9 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર સિવાય બધાએ બોલિંગ કરી. આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ 1-1 વિકેટ લીધી હતી. આ સાથે મેચમાં ઘણા રસપ્રદ રેકોર્ડ પણ બન્યા, ચાલો એક નજર કરીએ આ રેકૉર્ડ પર.
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા
215- ભારત, 2023
209- વેસ્ટ ઈન્ડિઝ, 2019
203- દક્ષિણ આફ્રિકા, 2023
179- ન્યુઝીલેન્ડ, 2015
165- ઓસ્ટ્રેલિયા, 2023
વિશ્વ કપની એક ઇનિંગ્સમાં સૌથી વધુ બોલરોનો ઉપયોગ
9- ઇંગ્લેન્ડ વિ શ્રીલંકા, 1987
9- ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન, 1992
9- ભારત વિ નેધરલેન્ડ, 2023
વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય સ્પિન બોલર 16- રવિન્દ્ર જાડેજા, 2023
15- અનિલ કુંબલે, 1996
15- યુવરાજ સિંહ, 2011
14- કુલદીપ યાદવ, 2023
14- મનિન્દર સિંહ, 1987
વન ડેની એક ઈનિંગમાં નેધરલેન્ડની ટીમમાં સૌથી વધુ સિક્સર
10- અફઘાનિસ્તાન સામે, 2022
9- ઓમાન સામે, 2023
9- ભારત સામે, 2023
વર્લ્ડ કપમાં સૌથી વધુ સતત જીત
11- ઑસ્ટ્રેલિયા, 2003
11- ઑસ્ટ્રેલિયા, 2007
9- ભારત, 2023
8- ભારત, 2003
8- ન્યુઝીલેન્ડ, 2015
ODIમાં એક કેલેન્ડર વર્ષમાં ભારતની સૌથી વધુ જીત
24 જીત, 2023
24 જીત 1998
22 જીત, 2013
વર્લ્ડ કપમાં સર્વોચ્ચ સ્કોર
428/5, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રીલંકા, 2003
417/6, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અફઘાનિસ્તાન,
2015 413/5, ભારત વિરુદ્ધ બર્મુડા, 2007
411/4, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આયર્લેન્ડ, 2015
410/4, ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ, 2023
વર્લ્ડ કપમાં ભારત માટે એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર
18, બરમૂડા સામે, 2007
16, નેધરલેન્ડ સામે, 2023
વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર
115, બેસ ડી લીડ, ઑસ્ટ્રેલિયા સામે, 2023
110, રાશિદ ખાન, ઈંગ્લેન્ડ સામે, 2019
107, લોગન વેન બીક, ભારત સામે, 2023
વર્લ્ડ કપમાં ભારત માટે 50થી વધુ રનનો સ્કોર
20, વર્લ્ડ કપ 2023
19, વર્લ્ડ કપ 2019
18, વર્લ્ડ કપ 2011
17, વર્લ્ડ કપ 2003
ODI એક ઇનિંગમાં 50 પ્લસનો સર્વોચ્ચ સ્કોર
5, પાકિસ્તાન વિ ઝિમ્બાબ્વે, 2018
5, ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, 2013
5, ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, 2020
5, ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ, 2023
ODI વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં ભારતના વિકેટ-કીપર બેટ્સમેનના સૌથી વધુ રન
145, રાહુલ દ્રવિડ, 1999
102, કેએલ રાહુલ, 2023
97, કેએલ રાહુલ, 2023
91, એમએસ ધોની, 2011
85, મહેન્દ્ર સિંહ ધોની, 2011
85, મહેન્દ્ર સિંહ ધોની, 2015
ODI વર્લ્ડ કપમાં 80થી વધુ રન કરનાર બોલર
4 વખત, શ્રીલંકા વિ. સાઉથ આફ્રિકા, 2023
3 વખત, અફઘાનિસ્તાન વિ. ઑસ્ટ્રેલિયા, 2015
3 વખત, પાકિસ્તાન વિ. ન્યુઝીલેન્ડ, 2023
-
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
