ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલઆઉટ, ભારતને મળ્યો 200 રનનો ટારગેટ, રોહિત-ઇશાન કરશે ઓપનિેગ
IND vs AUS, world cup 2023: હાલ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મેચ રમાઇ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ 199 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન સ્ટિવન સ્મિથે બનાવ્યા છે.
સ્ટિવન સ્મિથે 71 બોલમાં 46 રન બનાવ્યા છે. જે બાદ ડેવિજ વોર્નરે 41, લાહુશેને 27 અને મેક્સવેલે 15 રન બનાવ્યા છે. આ મેચમાં માઇકલ માર્સ અને એલેક્સ કેરી શૂન્ય રન બનાવીને આઉટ થયા હતા.

ભારતીય ટીમની બોલિંગ પર નજર કરવામાં આવે, તો જાડેજાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી છે. આ સાથે બુમરાહ અને યાદવે 2-2 વિકેટ લીધી છે. આ ઉપરાંત સિરાઝ, હાર્દિક અને અશ્વિનને પણ 1-1 વિકેટ મળી છે.
જાડેજાએ 29 ઓવરના બીજા બોલમાં લેબુશેન આઉટ કર્યો હતો. જે બાદ તેણે ચોથા બોલ પર કેરીને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જાડેજાએ અત્યાર સુધીમાં મેચમાં 8 ઓવર નાખી છે. જેમાં 28 રન આપ્યા છે. આ સાથે તેણે કુલ ત્રણ વિકેટ પણ લીધી છે.
જસપ્રીત બુમરાહે ઈનિંગની ત્રીજી ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર મિચેલ માર્શને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ ભારતીય બોલરે કોઈ કાંગારૂ બેટ્સમેનને શૂન્ય પર આઉટ કર્યો હોય. બુમરાહે આ અનોખો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.
વિરાટ કોહલીની ગણતરી ભારતના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં કોહલીએ જસપ્રીત બુમરાહના બોલ પર મિશેલ માર્શનો શાનદાર કેચ કર્યો હતો. આ સાથે તે ODI વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બની ગયો છે.
તેણે ODI વર્લ્ડ કપમાં ભારત તરફથી 15 કેચ પકડ્યા છે. કોહલીએ અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો છે. કુંબલેએ ODI વર્લ્ડ કપમાં 14 કેચ પકડ્યા છે.












Click it and Unblock the Notifications
