World Cup 2023, eng vs ned: ઈંગ્લેન્ડે નેધરલેન્ડને જીતવા માટે આપ્યો 340 રનનો ટારગેટ
World Cup 2023, eng vs ned: પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવર બાદ 339 રન બનાવ્યા છે. નેધરલેન્ડને જીતવા માટે 340 રનનો ટારગેટ આપ્યો છે.
બેન સ્ટોક્સની સદીની મદદથી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 108 રનની અને ડેવિડ મલને 87 રનની મોટી ઈનિંગ રમી હતી. નેધરલેન્ડ માટે લીડેએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

બંને ટીમો પહેલાથી જ વર્લ્ડ કપની સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ ન થવાના ભયમાંથી બહાર નીકળવા ઈચ્છશે. તેથી તેમના માટે આજની મેચમાં જીત નોંધાવવી મહત્વપૂર્ણ છે. આજે જીત સાથે, બંને ટીમો ચોક્કસપણે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થવાની તકો વધારવા માંગશે.
આજની મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં રમાશે. આ પીચ બેટિંગ માટે યોગ્ય માનવામાં આવે છે. અહીં ત્રણ વર્લ્ડ કપ મેચ રમાઈ છે, જેમાં પીછો કરતી ટીમ બે વખત જીતી છે. તેથી, આજની મેચમાં પણ ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવા માંગશે.












Click it and Unblock the Notifications
