World Cup 2023: રચિન રવિન્દ્રને જોઇને યુવા યુવરાજની યાદ આવી ગઇ, પૂર્વ કેપ્ટને કહીં આ વાત
World Cup 2023: અનિલ કુંબલે દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રચિન રવિન્દ્ર તેમને યુવા યુવરાજ સિંહની યાદ અપાવે છે. રચિન રવિન્દ્રએ ગુરુવારના રોજ વર્લ્ડ કપ 2023ના ઉદ્ધાટન મેચમાં ઇંગ્લેન્ડની સામે શાનદાર શતકીય ઇનિગ્સ રમી હતી.
રચિન રવિન્દ્રએ ઈંગ્લેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી. કેન વિલિયમસનની ગેરહાજરીમાં રવિન્દ્રને ત્રીજા નંબરે બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. રચિન રવિન્દ્ર એ આ તકને બંને હાથે પકડી લીધી અને માત્ર 96 બોલમાં 123 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ન્યુઝીલેન્ડની જોરદાર જીત - ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડની જીતમાં રચિન રવિન્દ્ર એ મહત્વની ભૂમિકા ભજવી હતી. રવિન્દ્ર એ ડેવોન કોનવે (152 અણનમ) સાથે 200થી વધુ રનની ભાગીદારી કરી અને 82 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યો હતો. આ રીતે ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.
રવિન્દ્ર એ રેકોર્ડ બનાવ્યો - રચિન રવિન્દ્રએ સદી ફટકારીને એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તે પસંદગીના ખેલાડીઓની ક્લબમાં જોડાયો, જેમણે પોતાના વર્લ્ડ કપ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. જોકે, રવિન્દ્ર એ પાકિસ્તાન સામેની પ્રેક્ટિસ મેચમાં ઓપનિંગ કરી હતી. જે બાદ તેણે 97 રન બનાવ્યા હતા.
અનિલ કુંબલે રચિન રવિન્દ્રના પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા. કુંબલેએ ક્રિકઇન્ફો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડ સામે રવિન્દ્રની ઇનિંગ ખાસ હતી. કુંબલેએ દાવો કર્યો હતો કે, ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડરે તેને યુવા યુવરાજ સિંહની યાદ અપાવી હતી, જે સમાન લય અને શૈલી સાથે બેટિંગ કરતો હતો.
અનિલ કુંબલેએ શું કહ્યું? - અમે જાણતા હતા કે, પાકિસ્તાન સામેની પ્રેક્ટિસ મેચમાં રચિન રવિન્દ્ર શું કરી શકે છે, પરંતુ આ ઇનિંગ ખાસ હતી. કારણ કે, તેણે વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું અને ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે શાનદાર ઇનિંગ રમી હતી. મને રચિન રવીન્દ્રની બેટ જોવાની મજા આવી. તે થોડોક યુવરાજ સિંહ જેવો દેખાતો હતો. જ્યારે યુવા યુવરાજ સિંહ તેની લયમાં રહેતો હતો. ખૂબ જ શાનદાર ઇનિંગ્સ રમી હતી.












Click it and Unblock the Notifications
